સુરતમાં વાન નીચે કચડાઈ જતાં 18 માસના બાળકનું કમકમાટી ભર્યું મોત - એક્સિડ્ન્ટમાં 18 માસના બાળકનું મોત
સુરતઃ શહેરના એક ગામમાં બાળક મારૂતિ નીચે આવી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
સુરત
સુરતના પુણા ગામની શંકરનગર સોસાયટીમાં એક માસૂમ વાહનચાલકની બેદરકારીનો ભોગ બન્યો છે. સોમવરના દિવસે 18 મહિનાનો બાળક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે સાબુ વેચવા માટે એક વેપારી વાન લઈને આવ્યો હતો. જે ગાડી રીવર્સ લઈ રહ્યો હતો ત્યારે આર્યન નામનો બાળક ગાડી નીચે આવી ગયો હતો. જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલે તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.