ગુજરાત

gujarat

ઇ-ટિકિટ કાળો બજાર: MSC ITની ડિગ્રી ધરાવતા અમિત પાસેથી મળી 37,000થી વધુ ઈ-ટિકિટ

By

Published : Feb 19, 2020, 1:03 PM IST

વેકેશન પહેલા ઇ-ટિકિટનાં કાળાબજારને લઇને મોટી કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રેકેટમાં શામેલ સાત જેટલાં એજન્ટોને પકડવામાં આવ્યા હતાં. કોસંબામાંથી જે અમિત પ્રજાપતિ નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસે કુલ 37000થી વધુ ઈ-ટિકિટ મળી આવી છે.

aa
ઇ-ટિકીટ કાળાબજાર: MSC ITની ડિગ્રી ધરાવતો અમિત પાસે મળી આવી 37,000થી વધુ ઈ ટિકિટ

સુરત: ઈ-ટિકિટના કાળા બજાર સામે દેશભરમાં રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ઈ-ટિકિટની કાળા બજારી કરનાર સાત લોકોમાંથી એક સુરતની MSC ITની ડિગ્રી ધરાવતો અમિત છે. જે ‘મેક તત્કાલ ટિકિટ સોફ્ટવેર’ પણ વેચતો હતો. આ સોફ્ટવેર આઈડી દેશમાં અલગ અલગ જગ્યાએડિસ્ટ્રીબ્યુટ કરતો હતો.

અમિત પાસે કુલ 37000થી વધુ ઈ ટિકિટ મળી આવી છે. અમિત પાસે 50,000 પર્સનલ આઈડી મળી આવ્યાં છે. સુરતની વાત કરવા આવે તો જિલ્લા અને શહેરમાં ક્યારેમોટી માત્રામાં ઈ-ટિકિટ કદી પકડાઈ નથી.

આ ઈ-ટિકિટમાંથી અમિતે 9,227 ઈ ટિકિટ વેચી ચુક્યો હતો અને બાકીની ટિકિટ વેચવાની બાકી હતી. કુલ 10.56 કરોડની ઈ-ટિકિટ મળી આવતા RPFના અધિકારી ઓ પણ સ્તબદ રહી ગયા હતાં. જો કે, હવે તમામ એજન્ટોની તમામ આઈડી બ્લોક કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details