સુરત : સિવિલ હોસ્પિટલમાં ગત રવિવારના રોજ ખાનગી એમ્બ્યુલન્સ ધંધાર્થીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો (Surat Civil Hospital Attack) હતો. આ ઘટનામાં એક એમ્બ્યુલન્સના કર્મચારી ઉપર જીવલેણ હુમલામાં કરનારાઓએ ચાકુ જેવા હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે કર્મચારી બેભાન અવસ્થામાં થઈ ગયો હતો. જોક કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલમાં OPT સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ અંતે મૃત્યુને ભેટી પડ્યો હતો. હાલ આ મામલે ખટોદરા પોલીસે હુમલા (Surat Khatodara Police) કરનારા લોકોની અટકાયત કરી છે. પોલીસે હત્યા થતાં અન્ય કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની પત્નીને 9 માસનો ગર્ભ પણ છે
આ ઘટનામાં સારવાર બાદ મૃત્યુને પામેલા ગણેશ સિરિસાટેના બહેને સુવર્ણ સિરિસાટે જણાવ્યુ કે, મને એમ કે મારો ભાઈ બચી જશે. પરંતુ તે બચી શક્યા નહિ. બે મહિના પહેલાં જ પિતાનું અવસાન થયું અને હવે મારા ભાઈનું, મને મારાં પિતા અને ભાઈ બંને છોડીને જતા રહ્યા. મારા દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા છે. ભાઈની પત્નીને 9 માસનો ગર્ભ પણ છે. બસ, પોલીસે અમને ન્યાય અપાવશે (Murder Case in Surat) તેવી અમારી માંગ છે.