ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ નાચે બા દમ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દર પણ વધી રહ્યો છે પરંતુ આરોગ્ય વિભાગ મૃતકોના આંકડા જાહેર કરતું નથી આ વચ્ચે ઇન્જેક્શન ને પણ ભારે અછત સર્જાઈ છે સુરત મહાનગરપાલિકાના સ્મીમેર હોસ્પિટલ ભરતી શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવી છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દી
મ્યુકોરમાઇકોસિસના દર્દી

By

Published : May 24, 2021, 7:55 PM IST

  • સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દરમાં વધારો
  • શહેરની ખાનગી હોસ્પિટલમાં બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી
  • બેગમપુરા વિસ્તારની એક મહિલાનું મ્યુકોરમાઇકોસિકના કારણે મોત

સુરત : રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસીસ ને મહામારી જાહેર કરાયા બાદ પણ સુરત શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવતી નથી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે.

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી

આ પણ વાંચો -સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી

સુરતની સરકારી હોસ્પિટલમાં 167 દર્દીઓ સારવાર હેઠળ

મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓ માટે જરૂરી એન્ફોટેરિસીન ઈન્જેક્શનની પણ અછત છે, જે દરમિયાન સ્મીમેર હોસ્પિટલ મા મ્યુકોરમાઇકોસીસ ની સારવાર લઈ રહેલી બેગમપુરા વિસ્તારની એક મહિલાનું મોત નિપજયું છે બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલમાં પણ બે દર્દીના મોત થયા હોવાની વિગતો સામે આવી છે સુરતની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ના દર્દીઓની સંખ્યા વધીને 167 ઉપર પહોંચી છે.

આ પણ વાંચો -બ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો

એક દિવસમાં 500 ઇન્જેક્શન આપવામાં આવ્યા

ઇન્જેકશનની અછત અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે ઇન્જેક્શન ની હાલત નથી સુરત સ્મીમેર હોસ્પિટલ પરથી શહેરની ખાનગી હોસ્પિટલોને ઍન્ફોટેરિસીન ઈન્જેક્શન ફાળવણીની કરાઈ રહી છે રવિવારે 500 જેટલા ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details