વારાણસીથી પટેલને મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે, તેવા સવાલના જવાબમાં નિવેદન આપતા જણાવ્યું કે વેટ એન્ડ વોચ સમય આવે ખબર પડી જશે. હમણાં તો ફક્ત તેમણે કહ્યું છે કે, તેઓ ચૂંટણી લડી પણ શકે છે. પરંતુ હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. જેની સામે અહેમદ પટેલનું નિવેદન હતું કે, ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં દરેકને ઉભા રહેવાનો પૂરો અધિકાર છે. તેઓને લડવા દો, જોઈએ આગળ શું થાય છે. જનતાની અદાલતમાં જઈશું, જ્યાં જનતા જાતે નિર્ણય કરશે. ક્યારેય પણ પોલિટિક્સમાં ધર્મને લાવવો જોઈએ નહીં. પરંતુ કેટલીક પાર્ટીઓ એવી છે જેમને ખબર છે કે તેઓની હાર નિશ્ચિત છે, ત્યારે તેમની નિષ્ફળતા છુપાવવા ક્યારેક રાષ્ટ્રવાદની વાત કરતા હોય છે. પરંતુ જનતા તેમણે સંપૂર્ણ રીતે હવે સમજી ચુકી છે. એટલે ભાજપાની હાર આ વખતે નિશ્ચિત છે. એનઆઈએ જેવી એજન્સી જ્યારે તપાસ કરતી હતી, ત્યારે અમે લોકોને તો કોઈ હસ્તક્ષેપ કર્યો નથી, જેવી રીતે આ લોકો એજન્સીના કામમાં હસ્તક્ષેપ કરે છે. અન્ય લોકોને હેરાન કરવા અને પોતાના લોકોનો બચાવ કરવા માટે આ તપાસ એજન્સીનો ખોટી રીતે ઉપયોગ હાલની સરકારે કર્યો છે.