ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા ફી નિયમન કાયદો લાગુ કર્યા બાદ પણ શાળાઓની મનમાની યથાવત

સુરત: રોજ એક પછી એક શાળાઓ દ્વારા ફી વધારો કરવાના કિસ્સો સામે આવી રહ્યો છે. આ વખતે સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા સેવન ડે શાળામાં અચાનક ફી વધારો કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓ શાળાના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

Surat

By

Published : Jun 17, 2019, 4:52 PM IST

સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલા સેવન ડે ICSC બોર્ડની શાળા દ્વારા અચાનક ફીમાં ભારે ભરખમ વધારો કરતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ હાથમાં પોસ્ટર અને બેનરની સાથે વહેલી સવારથી શાળાના ગેટની બહાર વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા. શાળા દ્વારા 10થી 15 હજાર રૂપિયા જેટલો વધારો કરાતા વાલીઓ વિરોધ કરી રહ્યા છે.

વાલીઓએ જણાવ્યુ કે, 25000 રૂપિયા ફી હતી, તેને વધારીને 42,000 ફી કરી દેવામાં આવી છે. ફી વધારાનો વિરોધ કરી રહેલા વાલીઓએ જણાવ્યું કે, તેમને જણાવ્યા વગર જ ફીમાં ભરખમ વધારો કરી દેવામા આવ્યો છે. આ બાબતે જ્યારે શાળાના આચાર્ય અને એડમિનિસ્ટ્રેશન અધિકારીને મળવવાનો પ્રયાસ વાલીઓ કરી રહ્યા છે, ત્યારે તેઓ મળવા માંગતા નથી. શાળામાં વાલીઓએ ફી વધારાનો વિરોધ કર્યો હતો.

મેટાસ એડવાન્ટિસ્ટ શાળા દ્વારા 40થી 50 ટકા ફી વધારો કરાયા હોવાનો વાલીઓનો આરોપ છે. જુનિયરથી લઇ 12માં ધોરણ સુધીના અભ્યાસમાં ફી વધારો કરવામાં આવ્યો છે. હાથમાં પોસ્ટર લઈ વાલીઓ રજુવાત માટે શાળાએ પહોંચ્યા અને રેડ્યુસ ટુ ફી નામના હાથમાં પોસ્ટર અને પ્લે- કાર્ડ જોવા મળ્યા હતા.

સરકાર દ્વારા ફી નિયમન કાયદો લાગુ કર્યા બાદ પણ શાળાઓની મનમાની યથાવત

રાજ્ય સરકારના કાયદા અને FRCના નિયમો પછી પણ શાળાઓની મનમાની યથાવત છે. ફી વધારો કર્યા બાદ સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. શાળાના સંચાલકો વાલીઓને મળવા પણ માંગતા નથી. સુરત શહેરમાં રોજેરોજ આવી ઘટના બની રહી છે. જ્યારે શાળા દ્વારા મનમાની રીતે ફીમાં વધારો કરી દેવામાં આવે છે. તેમ છતા શિક્ષણઅધિકારી અને FRCનું આ મામલે વલણ એકદમ નિરાશ છે.

ABOUT THE AUTHOR

...view details