સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. જેમા અધિકારીઓની ગંભીર લાપરવાહી સામે આવી હતી.
સુરત અગ્નિકાંડ બાદ જાગ્યું એન્ટિકરપ્શન વિભાગ, ભ્રષ્ટ અધિકારીઓની તપાસ શરૂ - incident
સુરત: તક્ષશિલા અગ્નિકાંડ બાદ એન્ટિકરપશન વિભાગ હરકતમાં આવ્યુ છે. ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિની તપાસ શરૂ કરવામાં આવી છે. જેના પગલે અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ફાઈલ ફોટો
ભ્રષ્ટ અધિકારીઓની આવકથી વધુ સંપત્તિની તપાસ માટે એન્ટીકરપ્શન બ્યુરો (ACB) પણ હવે હરકતમાં આવ્યુ છે. ACB ના ગુજરાતના મુખીયા કેશવ કુમારે મનપા કમિશ્નર થેંનારાશનને પત્ર લખી તક્ષશિલા દુર્ઘટનામાં પાલિકાના જે અધિકારી અને કર્મચારી સામેલ હોય તેમના નામ મંગાવ્યા છે. જેથી તેમની સંપત્તિની તપાસ કરી શકાય. જો ACBની તપાસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓની આવક કરતા વધુ સંપત્તિ સામે આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Jun 1, 2019, 12:19 PM IST