ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં દુષ્કર્મનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરનારો આરોપી ઝડપાયો - સુરત લેટેસ્ટ ન્યૂઝ

સુરતમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કતારગામમાં રહેતા યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરી, તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાની ઘટના સામે આવી હતી. જે બાદ સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દુષ્કર્મનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરનારો આરોપી ઝડપાયો
દુષ્કર્મનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરનારો આરોપી ઝડપાયો

By

Published : Dec 27, 2020, 12:39 PM IST

સુરત: શહેરના કતારગામ ડેરી ફળીયુ વિસ્તારમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદમાં યુવકે તેની પ્રેમીકા સાથેના દુષ્કર્મનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ઘરમાંથી રૂપિયા 2.80 લાખની ચોરી કરાવી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. જેમાં કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મરજી વિરૂધ્ધ શારિરિક સંબંધો બાંધ્યા હતા

સુરતના કતારગામ ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કુશે ઓગસ્ટ 2020માં બાદ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારિરિક સંબંધો બાંધ્યા હતા અને તેનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ કુશ પટેલે વીડિયોના આધારે સગીરાને તારે હું કહું તેમ કરવુ પડશે તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહીં તો હું આપણો બંન્નેનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી. કુશ પાસે આ વીડિયો હોવાથી સગીરા પણ ગભરાઈ ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 2.50 લાખા ઘરમાંથી તથા તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2.80 લાખ ઘરમાંથી ચોરી કરી કર્યા હતાં અને આ પૈસા કુશ પટેલને આ્પ્યા હતાં.

આરોપી કુશ પટેલની ધરપકડ

આ બનાવ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદને આધારે કુશ પટેલ સામે દુષ્કર્મ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આખરે પોલીસે આરોપી કુશ પટેલની ધરપકડ કરી છે અને તેની સામે તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details