ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: સોશિયલ મીડિયા પર પોતાની ભાઈગીરી બતાવવા માટે જીવલેણ હુમલો કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું - police to show his brotherhood on social media

સોશિયલ મીડિયા પર પોતાની ભાઈગીરી બતાવવા માટે જીવલેણ હુમલો કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસની ટીમે રાજા રજાડી અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. બંને આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી.

accused-committed-fatal-attack-was-paraded-by-the-police-to-show-his-brotherhood-on-social-media
accused-committed-fatal-attack-was-paraded-by-the-police-to-show-his-brotherhood-on-social-media

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 8:33 AM IST

આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરત:શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો આંતક મચાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ મોટા વરાછાના ABC સર્કલ પાસે શેર બજારનું કામ કરતા યુવકને રૂપિયાની લેતી દેતીમાં કેટલાક અસામાજિક તત્વોએ ચપ્પુના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઇ ઉતરાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે રાજા રજાડી અને તેના સાગરીતને સુરત જિલ્લામાંથી ઝડપી પાડી આજરોજ ઘટના સ્થળે લઈ જઈ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

શું હતી ઘટના?: સુરતના ઉતરાયણ વિસ્તારમાં રવિવારના રોજ રૂપિયાની લેતી દેતી મામલે એક યુવાન પર રાજા રજાડી અને તેના સાગરીત દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતના સમયે આ યુવાને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રાજા રજાડી દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સમાધાન માટે આવેલા યુવાનો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ યુવાને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી:બીજી તરફ આ બનાવની જાણ થતા જ ઉત્તરાયણ પોલીસની ટીમે રાજા રજાડી અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન રાજા રજાડી પોતે અસામાજિક તત્વો છે અને ખાસ કરીને લોકોમાં ભયનો માહોલ રહે તે માટે તેને પોતાના સોશિયલ મીડિયામાં અગાઉ થયેલી મારામારી તેમજ પોતાના હાથમાં ચપ્પુ લઈ લોક ટોળાની વચ્ચે જ્યારે પહોંચ્યો તે અંગેનો જે વિડિયો છે તે અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓ સુધી પહોંચવાની કવાયત શરૂ કરી હતી.

રિમાન્ડ લેવાની તજવીજ:આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજા અને તેનો સાગરિત સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છે. જે બાદમીના આધારે પોલીસની એક ટીમ સૌરાષ્ટ્ર પહોંચી હતી. જોકે પોલીસ સૌરાષ્ટ્ર પહોંચે તે પહેલા જ રાજા તેના મિત્ર સાથે સૌરાષ્ટ્રથી નીકળી દમણ જવા માટે રવાના થયો હતો. જોકે આ વચ્ચે પોલીસે હ્યુમન ઇન્ટેલેજેન્સના આધારે આરોપી રાજા અને તેના સાગરીતને સુરત જિલ્લાની હદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર કાર બે મોબાઈલ કબ્જે કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે કાઢ્યું સરઘસ: જે રીતે રાજા અને તેનો સાંગરીત લોકોમાં ખોફનું વાતાવરણ ઊભું કરી રહ્યો હતો તેને જોતા પોલીસે આ બંને આરોપીઓને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે પોતે છાપ ધરાવી રહ્યા હતા તેવા મોટા વરાછા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંને આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર કાર બે મોબાઈલ કબ્જે કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

'અગાઉ પણ લોકોમાં રાજા રજાડી અને તેના સાગરીતનો ખોફ રહે તે માટે તેને સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મારામારીના જે વિડિયો છે તે પોતે સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો. આ ઉપરાંત રાજા રજાડી અગાઉ દિલીપ વાઘરીના ગેંગ સાથે જોડાયેલો હતો. જોકે દિલીપ વાઘરીના મોત બાદ વર્ચસ્વ જમાવવા માટે તે આ રીતે મારામારી કરી લોકો વચ્ચે ખોફ ઉભો કરતો હતો.' -એ.ડી.મહંત, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉત્રાણ

  1. Muzaffarnagar News: મુઝફ્ફરનગરમાં પુત્રીના ઓનર કિલિંગમાં માતા-પિતાની ધરપકડ
  2. Rajkot News: રાજકોટમાં વધુ એક યુવાનની જાહેરમાં હત્યા, આરોપીઓ ફરાર

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details