સુરત મહાનગરપાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ વખતે ફરી મનપાના ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાવામાં આવ્યો હતો. ACBની તપાસમાં બહાર આવ્યું છે કે, સંજય આચાર્યની કાયદેસરની આવક કરતા 81.40 ટકા મિલકત ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે. ACBએ અગાઉ મનપાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી. હવે આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે. અને કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી તેની ધરપકડ કરવામાં આવશે. આ અધિકારીની તપાસમાં તેમના અલગ અલગ ત્રણ બેંકખાતામાં જે ડિપોઝીટ હતી. તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત તેમના સેલેરી એકાઉન્ટમાંથી તેમનો પગાર બેંકમાંથી ઉપાડવામાં આવ્યો જ નથી. જેથી તેમનું ઘરખર્ચ ક્યાં આધારે કરવામાં આવે છે, તે શંકાના આધારે તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.
આવક કરતા વધુ મિલકતના મામલામાં ACBએ વધુ એક અધિકારી સામે ગુનો નોંઘયો - સંજય આચાર્ય
સુરત: તક્ષશિલા અગ્નિકાંડના આરોપી એવા ફાયરના અધિકારીઓની બેનામી મિલકતની તપાસ કરનાર ACBએ વધુ એક અધિકારીની આવક કરતા વધુ મિલકત હોવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્યની 62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઉપરાંત ફરજ પર બેદરકારી મામલે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં ACBદ્વારા ફાયર અધિકારી સામે ગુનો નોંધાયો તે પહેલાં મનપાના બે અધિકારીઓ સામે પણ અપ્રમાણસર મિકલતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે, ACB દ્વારા પાલિકા પાસે જે નામો માંગવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે બીજા અધિકારીઓ સામે પણ સુરત ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને તે તપાસમાં કોઈ ગેરરીતી બહાર આવશે તો આવનારા દિવસોમાં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આના આમ એક પછી એક ગુના નોંધાઇ રહ્યા છે. તેને લઈ કહી શકાય કે, આ તક્ષશિલા કેસમાં પોલીસ દ્વારા તપાસમાં કોઈ કચાશ રાખવામાં નહિ આવે.
હાલમાં તો ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાયો છે. જે હાલમાં લાજપોર જેલમાં તક્ષશિલા ગુનામાં અંદર છે. જેથી સુરત કોર્ટમાં ધરપકડ વોરંટના આધારે આવનારા દિવસોમાં સંજય આચાર્યની ધરપકડ કરવામાં આવશે.