- યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલની બેઠકમાં બાકી રહી ગયેલી પરીક્ષાઓ મુદ્દે ચર્ચા
- PGની અમુક પરીક્ષાઓ ઑફલાઇન રીતે લેવામાં આવશે
- ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરાઇ
સુરત :વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી દ્વારા ગઈકાલે કાઉન્સિલની બેઠકમાં યુનિવર્સિટી દ્વારા બાકી રહી ગયેલી પરીક્ષાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તે સમય દરમિયાન યુનિવર્સિટી દ્વારા કેટલીક પરીક્ષાઓ ઓનલાઈન પરીક્ષા તથા ઑફલાઇન પરીક્ષાઓ લેવામાં આવશે. તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઓપન પરીક્ષામાં PGની અમુક પરીક્ષાઓ ઑફલાઇન રીતે લેવામાં આવશે અને તેનો સમયગાળો બરોબર ના હોવાના કારણકે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આ જ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજ રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે બધી પરીક્ષાઓનો અમે લોકો વિરોધ કરીએ છીએ.
ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત પરીક્ષા લેવામાં આવે તો એક દિવસના ગેપમાં લેવામાં આવે તેવી માંગ
યુનિવર્સિટી દ્વારા UGની કેટલીક પરીક્ષાઓ ઑફલાઇન લેવામાં આવશે તથા તે પરીક્ષાનો સમય ગાળો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે, આઉટ ઓફ સીટીથી આવતા વિદ્યાર્થીઓને ટ્રાવેલિંગમાં મુશ્કેલીઓ થઇ શકે છે. જેને કારણે આ સમયમાં ફેરફાર કરવામાં આવે તથા આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે. જો આ પરીક્ષા લેવામાં આવે તો એક દિવસના ગેપમાં લેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.
VNSGUમાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન વ્યવસ્થા કરવામાં આવે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિવિધ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વેક્સિનેશનને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા એમ ટકોર કરવામાં આવી છે કે, પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વેક્સિનેશનના ડબલ ડોઝ થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકે છે. પરંતુ જે વિદ્યાર્થીઓ વેક્સિનેશન થયું નથી, એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.
ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પરીક્ષાનો ટાઈમિંગ મૂકવામાં આવ્યોવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યા રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વાકા એમ જણાવ્યું હતું કે, તમે પરીક્ષાના ટાઈમિંગની વાત કરી રહ્યા છો, યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ટાઈમિંગ મૂકવામાં આવ્યો છે. તમે તમારા મોબાઇલમાં જોઈ શકો છો, નહિ તો હું મારો મોબાઇલ કાઢીને તમને બતાવું કે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઓફલાઈન પરીક્ષાઓની ટાઈમિંગ ક્યો છે. જો તમને એવું લાગે છે કે, મારી કોઈ ભૂલ છે તો મને બતાવો હું તે ભૂલને સુધારીશ.
ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત 9 જુલાઈથી ઓફલાઈન પરીક્ષાઓ લેવાશેઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સુરત પ્રમુખ ઈશાન મટૂ દ્વારા એમ જણાવવામાં આવ્યુ કે, યુનિવર્સિટી દ્વારા ગઈકાલે જે ઓફલાઈન પરીક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, 19 જુલાઈથી ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો સખ્ત વિરોધ કરે છે. અમારી આ માંગ છે કે, આ બધી જ પરીક્ષાઓ 29 જુલાઈ પછી લેવામાં આવે અને આ પરીક્ષાઓ લેવામાં આવે તો એક-એક દિવસના ગેપમાં લેવામાં આવે.
ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરાશે
યુનિવર્સિટી દ્વારા અમુક ઓફલાઈન પરીક્ષાઓનો સમય ખાસ કરીને PGની પરીક્ષાઓમાં જે સમય છે. 2:45થી 5:45એ સમયમાં ફેરબદલી કરવી જોઈએ તથા યુનિવર્સિટી તથા બાકીના હોસ્ટેલે બધી જ હોસ્ટેલ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થી આવી શકે રહી શકે અને અભ્યાસ કરી શકે. યુનિવર્સિટી દ્વારા સ્પેશ્યલ વેક્સિનેશન વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે. કુલપતિ દ્વારા એમ જણાવવામાંં આવ્યું કે, તમારી માંગ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે. પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આ માંગ છે કે, છેલ્લા બે દિવસોમાં એક પણ માંગ પુરીના કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તથા આની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે.
કાઉન્સિલની બેઠકમાં બધી બાબતોને મુકાશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ દ્વારા એમ જણાવવામાંં આવ્યું કે, આ પહેલા પણ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવી હતી. ABVP-NSUI તથા અમુક વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. ઓફલાઇન અને ઓનલાઇન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી ત્યારે ફરીથી આજ ABVP દ્વારા પરીક્ષાની તારીખ લંબાવવામાં આવે અને ઓનલાઇન રીતે લેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આમાં અમુક રજૂઆતો કાઉન્સિલની બેઠકમાં આ બધી બાબતોને મુકવામાં આવશે. ત્યારબાદ જ જે પણ ફેરફાર કરવાના રહેશે તે ફેરફાર કરાશે.