ગુજરાત

gujarat

ETV Bharat / state

AAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી - AAP Triranga Yatra in Surat

પંજાબ વિધાનસભાનામાં આમ આદમી પાર્ટીની(AAP wins in Punjab)જીત બાદ સુરતમાં આપ દ્વારા વિજય તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં દિલ્હીના ધારાસભ્ય તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party Gujarat) પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ બહોળી સંખ્યામાં સંગઠન કાર્યકરો અને હોદ્દે દારો હાજર રહ્યા હતા.

AAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી
AAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી

By

Published : Mar 14, 2022, 5:16 PM IST

સુરતઃપંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party Gujarat) ભવ્ય જીત થતા હાલ ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા રેલી (AAP Tiranga Yatra Gujarat)કાઢવામાં આવી રહી છે. ત્યારે આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા રેલી(AAP Triranga Yatra in Surat) કાઢવામાં આવી હતી. જેમાં દિલ્હીના ધારાસભ્ય તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ બહોળી સંખ્યામાં સંગઠન કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા.

વિજય ત્રિરંગા રેલી

આ પણ વાંચોઃAap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

અરવિંદ કેજરીવાલ પંજાબ મુખ્યપ્રધાન આવશે -મીડિયા સાથેની વાતચીતમાં પ્રભારી ગુલાબ સિંહ યાદવ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની લહેર આવશે. તેમજ ટૂંક સમયમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબ મુખ્યપ્રધાન ગુજરાત આવશે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)પંજાબ મુખ્યપ્રધાન આવશે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવમાં આવશે.
આ પણ વાંચોઃAAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા

ABOUT THE AUTHOR

...view details