સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટર બહાર રીક્ષામાં મહિલાને પ્રસવ પીડા થઈ હતી અને હોસ્પિટલમાં આવી શકે આ સ્થિતિમાં નથી આ વાતની જાણ થતાં ડોકટર અને સ્ટાફ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતર્કતાના કારણે બે જિંદગીઓ બચી ગઈ હતી.
સુરતમાં મહિલાએ રીક્ષામાં આપ્યો બાળકીને જન્મ - SUR
સુરતઃ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની બહાર રિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલાં જ અસહ્ય પ્રસવ પીડા થઈ અને રીક્ષામાં જ ડોકટર નિશા ચન્દ્રા અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી. મહિલા અને બાળક સ્વસ્થ છે.
સ્પોટ ફોટો
ઉન પાટીયા જકાતનાકા ખાતે પુજા કૈલાશ સોનવણે પરિવાર સાથે રહે છે. ગર્ભવતી હોવાથી 2 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે બતાવવામાં આવ્યું હતું. આજે પૂજાને પ્રસુતિની પીડા થતા રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, મહિલાની પ્રસુતિ રિક્ષામાં જ કરવામાં આવી હતી.