સુરત: શહેરમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. સાત વર્ષની દીકરીને સગા પિતાએ પીંખી નાખી હતી. જોકે, માતા ઘરની બહાર જતા આ ઘટના બની હતી. માતા જ્યારે ઘરે આવી ત્યારે બાળકીએ સમગ્ર ઘટના કહેતા તેણીના પગ નીચેથી જમીન સરકી પડી હતી. ત્યારબાદ માતાએ તાત્કાલિક નરાધમ પિતા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
સુરતમાં સાત વર્ષની દીકરી પર સગા પિતાએ આચર્યું દુષ્ક્રર્મ - Surat rape news
સુરતમાં નરાધમ પિતાએ પોતાની સાત વર્ષની દીકરી પર નજર બગાડી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, માતા ઘરની બહાર જતા આ ઘટના બની હતી. ત્યારબાદ માતાએ તાત્કાલિક નરાધમ પિતા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિએ આજથી ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની કામ માટે ઘરની બહાર ગઈ હતી, ત્યારે પોતાની સાત વર્ષની બાળકી સાથે તે ઘરમાં એકલો હતો. તે દરમિયાન નરાધમ પિતાએ પોતાની જ દીકરી પર નજર બગાડી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, એક કલાક બાદ બાળકીની માતા ઘરે આવી ત્યારે બાળકી રડતી હતી. જેથી માતા દ્વારા બાળકીને પૂછતાં તેણીએ પોતાની સાથે બનેલી ઘટના માતાને વર્ણવી હતી. બાળકીની વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી.
આ સમગ્ર મામલે માતાએ વરાછા પોલીસ મથકમાં નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે આખરે વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.