સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે બે ખાનગી એમ્બ્યુલન્સના કર્મી વચ્ચે ઝઘડાનો કિસ્સો (Surat Civil Hospital Attack) સામે આવી રહ્યો છે. જેમાં એક એમ્બ્યુલન્સના કર્મચારીએ બીજા એમ્બયુલન્સ કર્મચારી ઉપર રેમ્બો ચાકુથી હુમલો કર્યો છે. કર્મચારીના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા વ્યક્તિને હોસ્પિટલના OPT માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે આ વાતની જાણકારી પોલીસને મળતા ખટોદરા પોલીસનો (Surat Khatodara Police) કાફલો ઘટના સ્થળે પહોંચીને ચાર આરોપીઓની ધરપકડ (Crime Case in Surat) કરી આગળની તપાસ ધરી છે.
છેલ્લા પાંચ વર્ષથી એમ્બયુલન્સ ચલાવી રહ્યો છે
ગંભીર રીતે ઈજાગ્રસ્ત એમ્બયુલન્સના કર્મચારી ગણેશ સિરિસાટેના બેન સુવર્ણ સિરિસાટે જણાવ્યુ હતુ કે, મને ફોન આવ્યો હતો કે મારા ભાઈ પર હોસ્પિટલમાં બીજા એમ્બયુલન્સ કર્મચારીએ ચાકુથી હુમલો કર્યો છે. એટલે તરત અમે ભાગી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. હાલ તેની સારવાર ચાલી રહી છે. મારો ભાઈ છેલ્લા પાંચ વર્ષથી એમ્બયુલન્સ ચલાવી રહ્યો છે. બે મહિના પહેલાં જ પિતાનું અવસાન થયું છે. હવે મારા ભાઈ કઈ વાતે ઝઘડો થયો હોય એ મને ખ્યાલ નથી.