- સુરતમાં રાત્રિ કરફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટીની ઉજવણી
- બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા અને પાર્ટીમાં નોટોનો વરસાદ કરાયો
- અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસની ઉજવણી
સુરત: કોરોનાની મહામારીને લઈને સંક્રમણ ન વધે તે માટે જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ છે. તે માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ બધા વચ્ચે સુરતના અઠવા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોએ જાહેરમાં ઉજવણી કરી હતી એટલું જ નહી આ ઉજવણીમાં બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી અને તેની સાથે ઠુમકા લગાવી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કેટલાક માથાભારે લોકો પણ નજરે ચડે છે. એટલું જ નહી અહી નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે. બાર ડાન્સર સાથે લોકોએ અહી મેં હું ડોન, તમંચે પે ડિસ્કો જેવા સોંગ પર ઠુમકા લગાવ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કોરોનાની ગાઈડલાઈન અને સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તેમજ હાજર લોકોએ માસ્ક પણ પહેર્યું ન હોવાનું વીડિયોમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો:ગોંડલમાં જનસેવા કેન્દ્રે બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો
પોલીસને આ ઉજવણીની ભનક તક ન લાગી