ગુજરાત

gujarat

ETV Bharat / state

આને કહેવાય ઈમાનદારી! ભાઈઓને મળેલા લાખોના હીરા પરત કર્યા - packet of diamonds worth 7 lakhs was returned

આજના સમયમાં પણ માનવતા (honesty in Surat) હજુ જીવિત છે. સુરતનો આ કિસ્સો વાંચીને તમે પણ આ વાતને માનશો. કાપડના વ્યવસાયી બે ભાઈઓને રુપિયા 7 લાખનું હીરાનું (packet of diamonds worth 7 lakhs was returned) પેકેટ મળ્યું હતું.જે પછી આ હીરાનું પેકેટ સાચા માલિક સુધી પહોંચાડ્યું હતું.

આને કહેવાય ઈમાનદારી!  બે ભાઈઓને લાખોનું મળેલું હીરાનું પેકેટ પરત કર્યું
આને કહેવાય ઈમાનદારી! બે ભાઈઓને લાખોનું મળેલું હીરાનું પેકેટ પરત કર્યું

By

Published : Jan 2, 2023, 6:29 PM IST

સુરતશહેરમાં કરોડો રૂપિયાના હીરાના વેપારવિશ્વાસ ઉપર ચાલે છે. ત્યાં ફરી એક વખત ઈમાનદારીની મિસાલ સામે આવી છે. રુપિયા 7 લાખની કિંમતનું( diamond packet worth 7 lakhs found in Surat) હીરાનું પેકેટ જો કોઈને મળે તો તે શું કરશે? કદાચ વ્યક્તિના મનમાં લાલચ આવી જાય. પરંતુ લાખો રૂપિયાના હીરાના પડીકા જ્યારે જમીન પર પડેલી હાલતમાં મળ્યા તો બે ભાઈઓએ હીરાના પડીકા મુળ માલિકને (7 lakh diamond packet returned )પરત કર્યા છે. સુરતડાયમંડ એસોસિએશનને (Surat Diamond Association) આ બંને ભાઈઓને સન્માનિત કર્યા છે.

હીરાનું પેકેટ પડી ગયું સુરતના મિનીબજારમાં સેફ ડીપોઝીટ વોલ્ટમાં ગયેલા હીરા વેપારીનું 7 લાખની કિમતનું હીરાનું પેકેટ પડી ગયું હતું. જે બે ભાઈઓને મળતા તેને સાચવીને રાખ્યું હતું. બાદમાં સમગ્ર હીરા માર્કેટમાં તેની જાણ કરી મૂળ માલિકને પરત કર્યું છે. સુરતના કાપોદ્રા ખાતે રહેતા કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. ગત તારીખ 17 ડીસેમ્બરના તેઓ રુપિયા 7 લાખના હીરાનું પેકેટ (packet of diamonds worth 7 lakhs Surat) લઈને મિનીબજાર પ્રિન્સેસ પ્લાઝામાં ગયા હતા. આ દરમ્યાન તેઓનું 7 લાખનું હીરાનું પેકેટ પડી ગયું હતું. હીરાનું પેકેટ પડી ગયું છે તેનો તેમનો ખ્યાલ પણ ન હતો. તેઓને એવું જ હતું કે હીરાનું પેકેટ સેફમાં જ છે.

આ પણ વાંચો એરપોર્ટ કર્મીની ઈમાનદારી, ટોઈલેટમાંથી મળેલું 45 લાખનું સોનું પરત કર્યું

ચિંતામાં મુકાઈ ગયાતારીખ 26 ડીસેમ્બર એટલે કે 10 દિવસ બાદ તેઓ (packet of diamonds worth 7 lakhs was returned) સેફ ડીપોઝીટ વોલ્ટમાં ગયા ત્યારે તેઓને જાણ થઇ હતી કે હીરાનું પેકેટ પડી ગયું છે. રુપિયા 7 લાખનું હીરાનું પેકેટ ગુમ થઇ જતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. શોધખોળ કરી રહ્યા હતા. તારીખ 17 ડીસેમ્બરના રોજ પુણાગામ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા ધર્મેશ સખીયા તેના ફોઈના દીકરા જગદીશ સુખડીયા સાથે પ્રિસેંસ પ્લાઝા સેફમાં ગયા હતા અને તેઓને આ હીરાનું પેકેટ મળ્યું હતું.

નોટીસ બોર્ડ પર જાહેરાત વેપારી ધર્મેશ સખીયાએ જણાવ્યું હતું કે, જ્યારે અમને આ હીરાનું પેકેટ મળ્યું ત્યારે અમે બંને ભાઈઓએ આ હીરાનું પેકેટ મૂળ માલિકને પરત આપવા માટે જે તે શોધખોળ કરીને મહેનત કરી હતી અને ત્યારબાદ અમારા વિસ્તારમાં આવેલા સમગ્ર માર્કેટની નોટીસ બોર્ડ પર જાહેરાત પણ લગાવી હતી. બીજી તરફ હીરાનું પેકેટ શોધી રહેલા હીરા વેપારીને આ જાહેરાત જોઈ હતી અને અમારો સંર્પક કર્યો હતો. અને ત્યારબાદ અમે તમામ પુરાવા ચકાસી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફીસ હીરાનું પેકેટ મૂળ માલિકને પરત કર્યું હતું. અમે પોતે વેપારી છીએ અમે જાણીએ છીએ કે લાખો રૂપિયાનું નુકસાન કોઈ વ્યક્તિને આર્થિક અને માનસિક રીતે મુશ્કેલમાં મૂકી શકે છે આ માટે અમે વિચાર્યું કે કોઈપણ સંજોગે અમે આ હીરાને મૂળ માલીકને આપીશું

ABOUT THE AUTHOR

...view details