સુરત : શહેરના સચીન જીઆઇડીસી વિસ્તાર ખાતે આવેલી એથર ઇન્ડસ્ટ્રી લિમિટેડ નામની કંપનીમાં અચાનક જ રાત્રે 2:00 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. એથર કંપનીમાં નાઈટ ડ્યુટી કરી રહેલા કામદારોને કંઈક સમજમાં આવે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાના કારણે ઘટના બની હતી. અંદર 50થી પણ વધુ કર્મચારીઓ કાર્યરત હતા જ્યારે આ ઘટના બની ત્યારે લોકો સમજી શક્યા નથી કે શું થયું છે. બ્લાસ્ટના જોરદાર અવા જ સાથે અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી, અનેક કામદારો દાઝ્યા - undefined
રાત્રે બે વાગ્યાના અરસામાં સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીના સ્ટોરેજ ટેન્કમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગની ઘટના બની હતી. જેના કારણે 24થી પણ વધુ કામદારો દાઝ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની દસથી પણ વધુ ગાડીઓ દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ આગ પર કાબૂ મેળવી હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Published : Nov 29, 2023, 9:55 AM IST
|Updated : Nov 29, 2023, 10:56 AM IST
રાત્રે 2:00 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારીગરોને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. જેમાં 24 જેટલા કામદારોને આગના કારણે નાની મોટી ઇજાઓ થઈ છે અને તેઓ દાઝી ગયા છે. જેથી તાત્કાલિક તેમને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ અમે આગ પર કાબુ મેળવી લીધો છે અને અહીં કુલિંગની કામગીરી ચાલી રહી છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી.- ચીફ ફાયર ઓફિસર બસંત પરેખ
કરોડોના નુકસાનની ભિતી : અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સચિન જીઆઇડીસીમાં અનેક પ્લાન્ટ આવેલા છે અને જેમાં જવલંત કેમિકલો પણ તૈયાર થતા હોય છે. આ પ્રથમ ઘટના નથી કે જ્યારે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોય. પરંતુ રાત્રી દરમિયાન લાગેલી આ ભીષણ આગના કારણે 24થી પણ વધુ કામદારો દાઝી ગયા છે. હાલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે જાણવા મળ્યું નથી. તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. કંપનીને અંદર જે પણ મશીનરી હતી તે બળીને ખાક થઈ ગઈ છે.