સુરત આજે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતને કનેક્ટકરવા માટે ખાસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેન વલસાડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગર સુધી જશે. વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે સુરત રેલવે સ્ટેશન પરથી કરાવ્યું હતું.
ચૂંટણી પહેલા અનેક કામોને લીલી ઝંડી, નવી ટ્રેનનો શુભારંભ
આજે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતને કનેક્ટ કરવા માટે ખાસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે સુરત રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો.
લીલી ઝંડી આપી શુભારંભકેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલરાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે સુરત રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપીટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર વડનગર અને અન્ય નજીકના શહેરો માટે વધારાની ટ્રેન સેવાની લોકોની માંગ અને રજૂઆતને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વેએ વલસાડ અને વડનગર વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર થઈને નવી દૈનિક ઇન્ટરસિટી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે. શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રા તેમજ સામાન્ય મુસાફરો અને પ્રવાસીઓ માટે અત્યંત અનુકૂળ રહેશે.
ટ્રેનના કારણે પ્રવાસનઆર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે વધુમાં રેલવે દર્શના જરદોશે જણાવ્યું કે, વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની નવી ટ્રેનના કારણે પ્રવાસન,શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળવા સાથે નવી રોજગારીની તકોનું સર્જન થશે. ટ્રેન કનેક્ટિવિટી વધતા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સુરત શહેર મહત્વનું આર્થિક- વ્યાપારી ગતિવિધિનું કેન્દ્ર છે. ત્યારે આ કનેકિટવીટીએ મહત્વની બની રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.