સુરત : ભરબપોરે સુરતના કલેકટર કચેરી ખાતેના એ-બ્લોકના ત્રીજા માળે અચાનક જ રેકોર્ડ રૂમમાં આગ લાગતા અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. અશાંતધારા વિભાગના રેકોર્ડ રૂમમાં લાગેલી આગના કારણે ત્યાં મૂકવામાં આવેલા અનેક રેકોર્ડ પણ બળીને ખાક થઇ ગયા હતા.
સુરત કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં લાગી આગ, રેકોર્ડ બળીને ખાખ
અઠવાલાઇન્સ ખાતે આવેલા કલેકટર કચેરીના એ-બ્લોકના ત્રીજા માળે રેકોર્ડ રૂમમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અશાંતધારા વિભાગના રેકોર્ડ રૂમમાં લાગેલી આગના કારણે અનેક રેકોર્ડ બળીને ખાખ થઇ ગયા હતા. જોકે ત્યાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનોથી આગ ઓલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને તે દરમિયાન ફાયર વિભાગને પણ આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી.ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કલેકટર કચેરીના રેકોર્ડ રૂમમાં લાગી આગ
કચેરીમાં લાગેલી આગના ધુમાડા બિલ્ડિંગમાં જોવા મળી રહ્યા હતા. આગ લાગતા જ ત્યાં હાજર અધિકારીઓએ આગ ઓલાવવા માટે બિલ્ડિંગમાં લાગેલી ફાયર સેફ્ટી થકી આ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. આ તકે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે અનેક રેકોર્ડ બળી ગયા છે. તેમ છતાં સમયસર કાબૂ મેળવતા આગ વધુ પ્રસરી નહોતી. હાલ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવુ જાણવા મળી રહ્યું છે.
Last Updated : May 5, 2020, 3:20 PM IST