ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના પણદા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર દંપતીનું મોત - હિટ એન્ડ રન ઘટના

બારડોલી તાલુકાના પણદા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત થયું હતું. પુર ઝડપે આવતી એક કારે ટક્કર માર્યા બાદ કાર ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો.

મં
મં

By

Published : Jan 18, 2021, 8:55 AM IST

  • બારડોલીમાં હીટ એન્ડ રનની ઘટના
  • આ ઘટનામાં બાઈક સવાર દંપતીનું મોત
  • અજાણ્યો કાર ચાલક ટક્કર મારી ફરાર


    બારડોલી : બારડોલી તાલુકાના પણદા ગામ નજીક પુરઝડપે આવતી કારે એક મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સાથે બંને રોડની બાજુમાં ખાડામાં પડ્યા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દંપતી સાંજના સમયે બારડોલી જવા નીકળ્યું હતું.
    બારડોલીના પણદા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર દંપતીનું મોત



    મૃતક કિશોરભાઈ બારડોલી સુગર ફેકટરીમાં કામ કરતા હતા

    બારડોલી તાલુકાના પણદા ગામે રહેતા કિશોરભાઈ ગોપાળભાઈ પટેલ બારડોલી સુગર ફેકટરીમાં કામ કરતા હતા. કિશોરભાઈ રવિવારે સાંજે પોતાની પત્ની દક્ષાબેન સાથે બારડોલી જવા નીકળ્યા હતા. તે સમયે ગામથી થોડે દુર જતા સાંઈ મંદિર અને પણદા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પુર ઝડપે આવતી એક કારે તેમની મોટર સાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.
    બારડોલીના પણદા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર દંપતીનું મોત




    બંનેના ઘટના સ્થળે જ મોત


    ટક્કર એટલી જોરદાર હતી કે બંને મોટર સાયકલ સાથે રોડની સાઈડે ખાડામાં પડ્યા હતા. બીજી તરફ કાર ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પણદા અને આજુબાજુના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ના તબીબે બંનને મૃત જાહેર કર્યા હતા. દંપતીનું એક સાથે મોત થતા ગામમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.
    તેમજ બંનેના મૃતદેહને બારડોલીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details