- ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે વાલીઓનો વિરોધ
- વાલી મંડળના પ્રમુખ ઉમેશ વરાજાંગ પંચાલ સામે નોંધાઈ ફરિયાદ
- વાલીઓના માગ ટ્યુશન ફીની બાબતે સ્પષ્ટિકરણ
સુરતઃવાલી મંડળના પ્રમુખ ઉમેશ વરાજાંગ પંચાલ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે સ્પષ્ટિકરણ ન કરતા વાલી મંડળના પ્રમુખ અન્ય વાલીઓ વિરોધ નોંધાવ્યો હતો.
ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફી બાબતો હોબાડો
ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે સ્પષ્ટિકરણ ન કરતા વાલી મંડળના પ્રમુખ અન્ય વાલીઓ સાથે મજૂરાગેટ ખાતે એક માસ પહેલા એસ.એસ.ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં FRC સુરત ઝોનની ઓફિસે ગયા હતા. તે દરમિયાન પટાવાળા અને કલાર્કએ વાલીઓને રોકવા છતાં જબરજસ્તી ઓફિસમાં ઘૂસી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.