ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ 16 વર્ષીય કિશોરનું તાપી નદીમાં ડૂબી જતાં થયું મોત - 16 year old boy drowned while bathing in the river

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા 6 મિત્રો વાઘેચા ગામે મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં તાપી નદીમાં ન્હાવા જતા 16 વર્ષીય કિશોર ડૂબી ગયો (boy drowned while bathing in the tapi river) હતો. શોધખોળના અંતે કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે.

16 વર્ષીય કિશોરનું તાપી નદીમાં ડૂબી જતાં થયું મોત
16 વર્ષીય કિશોરનું તાપી નદીમાં ડૂબી જતાં થયું મોત

By

Published : Dec 26, 2022, 7:40 AM IST

સુરત:સુરતના બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં સ્નાન કરવા ગયેલા 6 મિત્રો પૈકી એક છોકરાનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત (boy drowned while bathing in the tapi river) થયું હતું. પોલીસે (Surat police) અકસ્માતમાં મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાઘેચા મંદિરે દર્શન માટે ગયા હતા: પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા અજય મિશ્રાના બે પુત્રો સચિન અને અતુલ અજય મિશ્રા રવિવારના રોજ તેના મિત્રો વીરેન્દ્ર આર્યા, ભોલા મિશ્રા, દિપક ચમાર તેમજ બંટી ચમાર સાથે બે મોટર સાઇકલ પર ગલતેશ્વર મંદિરે ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાંથી તેઓ વાઘેચા મંદિરે (Vaghecha Temple) દર્શન માટે ગયા હતા.

નદીમાં ન્હાવા જતા બની દુર્ઘટના: મંદિરે દર્શન કર્યા બાદ નજીકથી પસાર થતી તાપી નદીમાં તમામ 6 મિત્રો સ્નાન કરવા પડ્યા હતા. તે સમયે અતુલ અચાનક નદીના પાણીમાં ખેંચાઈ જતા અન્ય મિત્રો ગભરાય ગયા હતા અને બહાર નીકળી બુમાબુમ કરી હતી. જો કે અતુલ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હોવાથી સ્થળ પર તેની કોઈ ભાળ મળી ન હતી. પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરી હતી.

સ્થાનિક તરવૈયાઓએ શોધ્યો મૃતદેહ:પોલીસ અતુલને શોધવામાં નિષ્ફળ ગઈ ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ પોતાની કોઠાસૂઝ વાપરી શોધખોળ હાથ ધરી હતી. નદીમાં બનેલા ઊંડા ખાડામાંથી અતુલનો મૃતદેહ નદીમાંથી મળી આવી (Local swimmers found the teenager) હતી. કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવાએ આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details