કહેવાય છે કે , જીવન જીવવુ એ કળા છે તો મૃત્યુ મહાકળા છે. જૈન ધર્મના લોકો આ ભાવ સાથે જોડાયેલા હોય છે. જન્મ-મૃત્યુના ચક્રથી મુક્તિ મેળવવા માટે જૈન સમાજના લોકો સંથારા કરે છે. સંથારા દરમિયાન મૃત્યુનો મહોત્સવ મનાવવામાં આવે છે. જીવનની અંતિમ ઘડીઓમાં કઠિન તપમાંથી પસાર થવુ પડે છે. ત્યારે જઈને મોક્ષ મળે છે.
મોક્ષ માટે મૃત્યુની પ્રતિક્ષાઃ સુરતી કંચનબેનના સંથારાની કહાની, જુઓ વીડિયો - jain
સુરતઃ સાંભળીને નવાઈ લાગશે કે કોઈ વ્યક્તિ મૃત્યુને પણ આમંત્રણ આપી શકેે? જૈન ધર્મની એક પરંપરા મૂજબ મૃત્યુની રાહ જોવામાં આવે છે. મૃ્ત્યુને મહોત્સવની જેમ ઉજવવામાં આવે છે. જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા સુરતના કંચનબેને સંથારા કરવાની ઈચ્છા પોતાના પરિવાર સામે દર્શાવી હતી. આ દરમિયાન શ્વાસ તુટે નહીં ત્યાં સુધી કઠોર તપમાંથી પસાર થવુ પડે છે.
સુરતમાં 82 વર્ષીય કંચનબેન નાનપણથી ધાર્મિક પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેતા. તેમણે સામાન્ય માણસની જેમ નહીં પણ અઘરી તપસ્યા કરી જીવન સંકેલવા સંથારાની ઈચ્છા દર્શાવી હતી. આ જ કારણ છે કે, કંચનબેનનો મૃત્યુ મહોત્સવ છેલ્લા પાંચ દિવસથી ઉજવવામાં આવી રહ્યો છે. વયોવૃદ્ધ તેરાપંથી જૈન શ્રાવિકા કંચનબેન છેલ્લા પાંચ દિવસથી સંથારા માટે કઠિન તપસ્યા કરી રહ્યા છે. સંથારામાં સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી જ પીવે છે. પરિવારના સભ્યો જૈન સમુદાયના લોકો ભજન અને પ્રાર્થના કરી તેમની આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે કામના કરી રહ્યા છે. કંચનબેનના પરિવારજનોએ કહ્યુ હતું કે, તેઓ આ ચોથી પેઢી છે. જે આ રીતે સંથારા કરી મૃત્યુને આમંત્રણ આપી તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.