ગુજરાત

gujarat

ETV Bharat / state

Samuhika Diksha Mahotsav : સુરતમાં 15 જેટલા ઉચ્ચ ડિગ્રીધારી કરોડપતિઓએ લીધી દીક્ષા - 75 samuhika diksha mahotsav in surat

સુરતના શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ- અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત 75મી સામૂહિક દીક્ષા મહોત્સવ(75 samuhika diksha mahotsav in surat) યોજાયો હતો. આ કાર્યક્રમ આથી 2590 વર્ષ પહેલા કારતક વદ 10ના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ(Lord Mahavira Swamy) દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમમાં 40,000 થી વધું જોડાયા હતા અને એક વિશાળ ફલક ધરાવતી સંસ્થા સામૂહિક દીક્ષા(mass initiation in gujarat) જેવા અનેક અનુષ્ઠાનોના આયોજન માટે મહારથી પુરવાર થઈ છે.

samuhika diksha mahotsav in surat: સુરતમાં 75મી સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાયો
samuhika diksha mahotsav in surat: સુરતમાં 75મી સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાયો

By

Published : Nov 30, 2021, 9:41 AM IST

Updated : Nov 30, 2021, 11:30 AM IST

  • અધ્યાત્મ નગરીમાંથી 75 સંયમી સાવજોત્યાગની ત્રાડ સાથે સંસાર છોડી સંયમ માર્ગે
  • 40 હજારથી વધુ ધર્મપ્રેમીઓ દીક્ષા અવસરના સાક્ષી બન્યા
  • લોચનો માહોલ નિહાળી ઉપસ્થિત હર કોઇ ભાવાવેશમાં ડૂબ્યા

સુરત : આજથી 2590 વર્ષ અગાઉ કારતક વદ 10ના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ(Lord Mahavira Swamy) દીક્ષા ગ્રહણ કરી હતી. આ પવિત્ર દિવસે સુરતમાં દીક્ષાધર્મનો નવો ઇતિહાસ લખાયો છે. શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ- અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત 75મી સામૂહિક દીક્ષાદિને(75 samuhika diksha mahotsav) સવારે 3 વાગ્યાથી જ સિંહસંયમ ઉદ્યાનમાં હજારો ધર્મપ્રેમીઓથી દીક્ષામંડપ છલકાઇ ગયો હતો. અને સમગ્ર મંડપમાં ગુરુદેવ અને મુમુક્ષુઓના જયકારથી ગૂંજી ઉઠયો હતો. ગુરૃ ભગવંતોના પ્રવેશ સાથે દિક્ષાવિધિ કાર્યક્રમ શરુ થયો હતો. દિક્ષાર્થીઓને ગુરુ ભગવંતોએ ઓઘો-રજોહરણ અર્પણ કર્યા બાદ દિક્ષાર્થીઓ નાચવા લાગ્યા હતાં. સુરતની 75 સામૂહિક દીક્ષા મહોત્સવનો(75 samuhika diksha mahotsav in surat) છેલ્લો દિવસ એટલે કે દીક્ષા દિવસનો.

ઇગો અને એટેચમેન્ટ જ સંસારના તમામ દુ:ખોનું મૂળ

યોગ તિલક સૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે, પ્રભુવીરના શાસનમાં પ્રભુએ ગણધરોને આપ્યું તે રીતે પરંપરાથી અપાતું પ્રભુનું રજોહરણ 75 દીક્ષાર્થીઓને પ્રભુવીરના જ દીક્ષા સ્વીકારના કારતક વદ 10નું મળી રહ્યું છે. તેમજ સૌને હિતશિક્ષા(welfare education in india) આપી છે કે જ્યાં સુધી સંસાર પૂરેપૂરોના છૂટી શકે ત્યાં સુધી ઇગો અને એટેચમેન્ટ જ સંસારના તમામ દુ:ખોનું મૂળ છે. દિક્ષાર્થીઓ જ્યારે વેશ પરિવર્તન કરીને પધાર્યા ત્યારે દીક્ષા ઉત્સવને માણી રહેલા હજારો ધર્મપ્રેમીઓની આંખો દિક્ષાર્થીઓ પર સ્થિર થઈ ગઈ હતી.

દીક્ષા મહોત્સવના આકર્ષણ

સુરતના 32, મુંબઇના 29 અને અમદાવાદના 4 દીક્ષાર્થીઓ

કેશલૂંચનનો અદ્ભુત અલૌકિક નજારો

વરસીદાનની દોઢ કિલોમીટર લાંબી અતિભવ્ય યાત્રા

બાળવાર્તાઓની 60,000 બૂકની વિતરણ

ગુજરાતના મુખ્યપ્રધાન, ગુજરાત ભાજપ અધ્યક્ષ, ગૃહપ્રધાન, મુંબઈ ભાજપ અધ્યક્ષ વગેરે દ્વારા મુમુક્ષુઓનુ રાજસ્વી બહુમાન

10000 જરુરીયાતમંદોને અનુકંપા કીટ વિતરણ

સંયમ એક્સપ્રેસ, શોર્યગાથા, સંસારચક્ર અને બેનમુન જિનાલય

આ કાર્યમાં 40,000 હજારથી વધુ લોકો જોડાયા

સવારે 10.08 વાગ્યે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેજ પર જ પર્દા ઉભા કરીને લોચ ક્રિયા થયા બાદ અંતમાં દીક્ષાર્થીઓને નૂતન નામ અપાયા હતા. આ દીક્ષા વિધિ કાર્યક્રમમાં 40,000થી વધુ ધર્મપ્રેમીઓ સાક્ષી હાજર રહ્યા હતો. દીક્ષાધર્મનો(mass initiation in gujarat) જન જન સુધી અનેક રીતે સંદેશ પહોંચાડાની નવા આયામ આપ્યાં હતા. શાંતિ કનક- અધ્યાત્મ પરિવાર 7 ક્ષેત્રની સમગ્ર ભારતમાં રક્ષા-પ્રભાવનાના વિવિધ ભગીરથ કાર્યો કરતી કર્મઠ કાર્યકરો ધરાવતી ગુરુયોગના પથદર્શનથી કાર્ય કરતી એક વિશાળ ફલક ધારવતી સંસ્થા સામૂહિક દીક્ષા(mass initiation in india) જેવા અનેક અનુષ્ઠાનોના આયોજન માટે મહારથી પુરવાર થઈ છે.

આ પણ વાંચોઃ સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દીક્ષાર્થીઓ તેમજ દીક્ષાધર્મના વધામણાં કર્યા

આ પણ વાંચોઃ ગુરુ યોગતિલકસૂરિજીની વાણીનો જાદુ: 8 આખા પરિવાર, 2 સગા ભાઇઓ સહિત 75 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે

Last Updated : Nov 30, 2021, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details