ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 72 વર્ષીય આધેડે 14 માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું, માનસિક બીમારીના કારણે પગલું ભર્યાની ચર્ચા - સુરત શહેર પોલીસ

સુરતના કામરેજ તાલુકાના અબ્રામા ગામે રહેતા એક આધેડે 14માં માળેથી પડતુ મુકીને જીવ ટુંકાવ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોક પ્રસરી ગઈ છે, બીજી તરફ વૃદ્ધના આપઘાત મામલે તેના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

72 વર્ષીય આધેડે 14 માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું
72 વર્ષીય આધેડે 14 માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 11:07 AM IST

સુરત: સુરતના કામરેજ તાલુકાના અબ્રામા ગામે સિલવાસા પેરેડાઈઝ એપાર્ટમેન્ટના 14માં માળેથી પડતું મૂકીને 72 વર્ષીય એક આધેડે જીવન ટુંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતકનું નામ લાલજીભાઈ ભવાનભાઈ ગજેરા છે અને તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં રહે છે. ગઈકાલે તેઓ કોઈને કહ્યાં વગર પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને અબ્રામા ગામે આવી અહીંની 14 માળની સિલવાસા પેરેડાઇઝ એપારમેન્ટના ટેરેસ પર ચડી ગયા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી.

આધેડે લગાવી મોતની છલાંગ: સુરત જિલ્લામાં સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવતા હવે સમાજચિંતકો માટે પણ ચિંતાનું કારણ બનતું જાય છે. ત્યારે 72 વર્ષના આધેડનું આ રીતે ઢળતી ઉંમરે જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. બીજી તરફ આ મામલે મૃતક લાલજીભાી ગજેરાના દિકરા નીતિનભાઈ ગજેરાએ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધે માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

કામરેજ પોલીસ મથકના જમાદાર પ્રકાશ ભાઈએ જણાવ્યું હતું કે, વૃદ્ધના આપઘાતના બનાવ સંદર્ભે તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલીને આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.

  1. સુરત ન્યૂઝ: બાઈક આગળ શ્વાન આવી જતાં માતા-પુત્ર નીચે પટકાયા, બાઈક પાછળ બેસેલા વૃદ્ધ માતાનું મોત
  2. પલસાણામાં ગૂંગળામણથી શ્રમિકોના મોત મામલે 11 દિવસ બાદ 3 જવાબદાર લોકો સામે ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details