ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પાણીજન્ય રોગથી 10 દિવસમાં 7ના મોત, તંત્ર આવ્યું હરકતમાં - પાણીજન્ય

સુરતઃ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઝાડા, ઉલ્ટી, તાવ, વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના કેસ રોજે-રોજ સિવિલ, સ્મીમેર હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે. જેમાં રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે 10 દિવસમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

waterborne

By

Published : Aug 15, 2019, 5:26 PM IST

સુરત શહેરમાં ઝાડા-ઉલટીના અને તાવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળાથી એક પછી એકના મોત થઇ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સુરતમાં 7 લોકોના મોત થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઈ છે.

સુરતમાં પાણીજન્ય રોગથી 10 દિવસમાં 7ના મોત, તંત્ર હરકતમાં આવ્યું

તાજેતરમાંમાં ડીંડોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા ગાયત્રીબેન ગૌતમનું મોત થયું છે. મહિલાને કમળો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે મેધરાજાના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે. ત્યારે, તંત્ર પણ મોડેથી હરકતમાં આવીને દવા છંટકાવની કામગીરી શરુ કરી છે. તેમજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીમાં ફલડ ગેટ બંધ કરાતા કાદર શાહની નાલ અને વેડ પંડોળ વિસ્તારમાં બે દિવસથી ગટરના પાણી ભરાયા હતા. જોકે આ ગટરના પાણીથી રોગચાળો ન ફાટે તે માટે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામના રીપોર્ટ કરી ચકાસણી હાથ ધરાઈ રહી છે.

સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિઝનમાં ઝાડા ઊલટીના દર્દી જૂનમાં 69, જુલાઇમાં 107 અને ઓગસ્ટમાં 37 કેસ નોંધાયા છે. બીજી બાજુ છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ઝાડા ઊલટીના ઓછા કેસ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે

સુરત શહેરમાં એક બાળક સહિત બે વ્યક્તિના ઝાડા ઉલ્ટી બાદ મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ડીંડોલીમાં પણ રોગચાળાની લપેટમાં મોત નીપજતા આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે. સમગ્ર ઘટના અંગે મનપાના અધિકારીઓને જાણ થતાં આરોગ્ય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિસ્તારમાં સફાઈ કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારે, લોકો પણ પોતાની કાળજી રાખે તે જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details