સુરતમાં હવે એવું લાગી રહ્યું છે કે મહિલાઓ અને દિકરીઓ સુરક્ષિતનથી કેમકે છેડતીથી લઇને એક તરફી પ્રેમના કિસ્સાઓ હોય મોટા ભાગની ધટનાઓ વધારે સુરતમાં બની રહી છે. ફરી એક ધટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. સમાજને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં 61 વર્ષે માત્ર 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા (Physical assault case) કર્યા હતા. આ મામલે પીડીત બાળકીના પરિવારજનોએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં 61 વર્ષીય વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, પોલીસે ધરપકડ કરી - Surat police
સુરતમાં મહિલાઓ અને દિકરીઓ હવે દિવસે પણ સુરક્ષિત નથી. કેમકે સુરતમાં ફરી એક ધટના પ્રકાશમાં આવી છે જેમાં 61 વર્ષીય વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા (Physical assault case) કર્યાની ધટના બની છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
શારીરિક અડપલા પીડિત બાળકીના પરિવારના સભ્યોએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની આઠ વર્ષની દીકરીને 61 વર્ષીય રામ બહાદુર રામ પ્રકાશ પાલ હાથ પકડીને પોતાની રૂમમાં લઇ ગયો હતો. રૂમમાં લઇ જઈ બાળકીના શારીરિક અડપલા કર્યા હતા. પરિવાર તરફથી મળેલી ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપી વૃદ્ધની ધરપકડ કરી છે. સુરત પાંડેસરા પોલીસએ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
છુટાહાથની મારામારીબાળકી વૃદ્ધની હરકતથી ડરી પાંડેસરા પીઆઇ એન કે (Pandesara PI surat) કામલીયા એ જણાવ્યું હતું કે, તારીખ 16 ઓક્ટોબર 2022 ના રોજ આ ઘટના બની હતી. આ સમગ્ર મામલે દીકરીએ પરિવારને જાણ કરી હતી. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધની હરકતથી ડરી ગયેલી બાળકીએ ઘરે જઈને સમગ્ર હક્કિત પરિવારજનોને જણાવી હતી. આ મામલે વૃદ્ધને પૂછવા જતા વૃદ્ધે બાળકીના પરિવારજનો સાથે છુટાહાથની મારામારી પણ કરી હતી. આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.