ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત-વડોદરા વચ્ચેની 6 મેમુ ટ્રેન રદ, અન્ય ટ્રેન સેવા પ્રભાવિત - sweta shing

સુરત: સુરત-વડોદરા વચ્ચે ટ્રેન સેવામાં કોસાડ અને ગોઠાણ ગામ વચ્ચે બ્રિજ નંબર-464નું સમારકામ હોવાથી રવિવારે વિવિધ ટ્રેનો અસરગ્રસ્ત થશે. જેથી સુરત-વડોદરા વચ્ચેનો રેલવ્યવહાર પ્રભાવિત થશે. જેમાં નવ જેટલી ટ્રેન પોતાના નિયત સમય કરતાં એક કલાકથી ચાર કલાક મોડી દોડશે. વેકેશનના સમયે કલાકો સુધી ટ્રેન મોડી રહેશે. જ્યારે મેમુ રદ થતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.

સુરત-વડોદરા વચ્ચેની 6 મેમુ ટ્રેન રદ, 3 ટ્રેન આંશિક રીતે રદ, 9 ટ્રેન મોડી દોડશે

By

Published : May 5, 2019, 10:03 AM IST

છ જેટલી ટ્રેન રદ

સુરત-વડોદરા વચ્ચે દોડતી બે મેમુ ટ્રેન રદ

ભિલાડ-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

સુરત-ભરૂચ મેમુ ટ્રેન રદ

વડોદરા-ભિલાડ એક્સપ્રેસ ટ્રેન રદ

વડોદરા-સુરત મેમુ રદ

આંશિક રીતે રદ થયેલી ટ્રેન

સુરત ઇન્ટરસિટી આંશિક રીતે સુરત અને અમદાવાદ વચ્ચે રદ

વિરાર-ભરૂચ મેમુ આંશિક રીતે સુરત અને ભરૂચ વચ્ચે રદ

ભરૂચ-વિરાર મેમુ આંશિક રીતે સુરત અને ભરૂચ વચ્ચે રદ

ABOUT THE AUTHOR

...view details