ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની ઋષિતાની સિદ્ધી, બાઇક રેસિંગમાં મેળવ્યો 5મો ક્રમ - fifth rank

સુરત : ચેન્નઇ ખાતે દર વર્ષે બાઇક રેસિંગ યોજવામાં આવે છે. જેમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે. ઋષિતા 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે.

spot

By

Published : Jul 10, 2019, 9:12 AM IST

એમ.એમ.આર. ટી.(મદ્રાસ મોટર રેસ ટ્રેક) ચેન્નાઈ માં દર વર્ષે યોજાતી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ 2019 માં TVS ONE MAKE CHAMPIONSHIP- GIRLS રેસમાં સમગ્ર ભારતમાંથી 16 દીકરીઓની પસંદગી કરવામાં આવેલી હતી જેમાં ગુજરાત તરફથી એક માત્ર ઋષિતા ભાલાળાની પસંદગી થઈ હતી.

ઋષિતા ભાલાળા
મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરીને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. આથી 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઋષિતાએ એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.પરંતુ બાઈકનો શોખ હોવાથી તેમને જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ માટે જતી હતી.
ઋષિતા 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે.
રેસિંગ માટે કુલ 80 એન્ટ્રી આવેલી હતી. જેમાંથી 40 રેસરને મુંબઇ તથા 40 રેસરને બેંગ્લોર પ્રાથમિક રેસ માટે બોલાવવામાં આવેલા હતા. કુલ 80 એન્ટ્રી માંથી 40 રેસર ક્વોલિફાઈ કરવામાં આવેલા હતા. હવે ફાઇનલ ક્વોલિફાઈ માટે 16 રેસલરની પ્રસંદગી કરવામાં આવેલી હતી જેમાં પણ ઋષિતાએ 2 મીનીટ અને 39 સેકેન્ડમાં 3.75 કિમીનું અંતર કાપીને પાંચમા ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.
ઋષિતા ભાલાળા

5 થી 7 જુલાઈ 2019 ના રોજ 3 દિવસ સુધી ચેન્નઈમાં આવેલા મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં ફાઇનલ રેસ યોજાઈ હતી જેમાં ગુજરાતમાંથી સુરતની ઋષિતા ભાલાળાએ 6 લેપ્સ ફક્ત 12 મિનિટ અને 26 સેકેન્ડ માં પૂર્ણ કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે.

બાઇક રેસિંગમાં મેળવ્યો 5મો ક્રમ
રેસમાં ટોટલ 6 લેપ્સ હતા પ્રત્યેક લેપ્સ 3.717 કિમી નો હતો, જેમાં ઋષિતાએ એક લેપ્સ ફક્ત 2 મિનિટ અને 26 સેકેન્ડમાં પૂર્ણ કર્યો હતો. ઋષિતા હાલમાં પોતાનો બિઝનેસ પણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details