છેલ્લા 5 વર્ષથી નાસતો ગેંગરેપના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહીતી મુજબ વર્ષ 2014માં પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પરિણીતાનો એકલતાનો લાભ લઈ મોડી રાત્રી દરમ્યાન 4 જેટલા લોકો બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશી ગયા હતા. જયારે પરિણીતાનો પતિ નોકરી પર નાઈટ ડ્યુટીમાં ગયો હોય આરોપીઓએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. બાદમાં મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.આરોપી મહેન્દ્ર ઉર્ફે મામા નરસિંગ બાડતીયા , અર્જુન, નીલુ ઉર્ફે ભાંજા, તેમજ ટીલુ નામના શખ્સોએ વારાફરતી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘટના અંગે કોઇને જાણ કરી તો તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીડિત મહિલાએ પતિને જાણ કરતાં પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે જે તે સમયે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી મહેન્દ્ર મામા ઓરિસ્સા ખાતે નાસી છૂટયો છે. ત્યારે તેને પકડી પાડવા માટે પોલીસની એક ટીમ જે તે સમયે ઓરિસ્સા જવા માટે પણ રવાના થઈ હતી.
પરંતુ આરોપીને પકડવામાં પોલીસ નાકામ રહી હતી. આ ઘટનાને આજે 5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2014માં નોંધાયેલ ગેંગરેપના ગુનાનો મુખ્ય આરોપી મહેન્દ્ર ઉર્ફે મામા મુંબઈના બેગણવાડી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં કામ કરે છે. જે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઇ ખાતે જવા રવાના થઈ હતી.