વેસુ ભરથાણા રોડ ઉપર નિર્માણધીન એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 15થી16 મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક માટીની ભેખડ ઘસી પડતા 8થી 10 મજૂર ભાગીને બહાર નીકળી ગયા હતા. જ્યારે પાંચ જેટલા પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો. તમામ મજૂર મૂળ બિહારના હતા અને 19 દિવસથી કામ કરતા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા, ઉમા ટુકુઈ શર્મા માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી પડતા 5 મજૂર દબાયા, એકનું મોત - SUR
સુરત: વેસુ ભરથાણા રોડ ઉપર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી તૂટી પડતા પાંચ મજૂર દબાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો.
સ્પોટ ફોટો
ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્રણ જેટલા ઓછી માટીમાં દબાયા હતા. જ્યારે વધુ માટીમાં ગરકાવ થઈ ગયેલા ફાયર વિભાગે જણાવ્યું હતું કે, એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષની માટી ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. સારવાર દરમિયાન ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.