ગુજરાત

gujarat

ETV Bharat / state

ગામનું 5 કરોડનું બુચ લગાવી બનાવ્યું 'નાટક', પછી આ લોકો આવ્યા જોવા - સુરત ક્રાઇમ બ્રાન્ચ

સુરતના ટેક્સ ટાઇલ માર્કેટના વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ 5.07 કરોડથી વધુને માલ ખરીદી બારોબાર રોકડેથી વેચી દઇ છેતરપિંડી (Fraud with tax tile dealer )કરી હતી. ઉઘરાણીથી બચવા આ દલાલ ઝેરી દવા પીવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. હાલ મહાઠગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

ટેક્સ ટાઇલ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર મહાઠગની ધરપકડ
ટેક્સ ટાઇલ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર મહાઠગની ધરપકડ

By

Published : Jul 18, 2022, 4:12 PM IST

સુરત: શહેરમાં 16 વિવર્સ પાસેથી 5.07 કરોડથી વધુને માલ ખરીદી બારોબાર રોકડેથી વેચી દઇ (Fraud with tax tile dealer )છેતરપિંડી કરી હતી. બાદમાં ઉઘરાણીથી બચવા ઝેરી દવા ગટગટાવી હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલાં મહાઠગ રાજકુમાર ભંડેરીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ (Surat Crime Branch)કરી હતી. આ ઠગને માલ પોતે ખરીદ્યો હોવાનું દર્શાવી વિવર્સને ગેરમાર્ગે દોરવા પોતાની ફર્મ અને GSTનું બિલ આપનાર બે વેપારીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃKutch Mundra Heroin Case: કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર, રાજ્યને 'ઉડતા ગુજરાત' બનાવવાનું ષડયંત્ર!!!

15 વેપારીઓને પાસેથી માલ ખરીદી -કતારગામમાં કંટેશ્વર સોસાયટીમાં રહેતા (Fraud with merchant in Surat)અને ઉધના સાઉથ ઝોન પાસે બ્રહ્માણી જરીના નામે જરી બનાવવાનું ખાતું ચલાવતાં હરેશ મગન દોમડિયાને ડિસેમ્બર 2020 માં કાપડ દલાલ રાજકુમાર ભંડારી મળ્યો હતો. રૂષભ ક્રિએશનના ભરત કોઠારી અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન પટેલ સારા વેપારી હોવાનું અને આ બન્નેને માલ અપાવવાનું કહી હરેશ ઉપરાંત બીજાં 15 વેપારીઓને પાસેથી માલ ખરીદવું શરૂ કર્યું હતું. આ બન્ને વેપારીઓના બિલ પણ આ વિવર્સને આપવામાં આવતા હતા.

આ પણ વાંચોઃDiamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો

GST નંબર અને બિલ બુકનો ઉપયોગ કરવા દેતા -શરૂઆતમાં પેમેન્ટ બાદ નાણાં ચૂકવવામાં આવતા ન હોવાથી વિવર્સે તપાસ કરતાં પોતે જે માલ વેચી રહ્યા હતા તે આ બન્ને વેપારીઓ સુધી પહોંચતો જ ન હતો. આ બધો માલ આ દલાલ જ રોકડેથી વેચી દેતો હોવાનું બહાર આવ્યું હતું. આ બંને વેપારીઓ કમિશન લઇ પોતાનો GST નંબર અને બિલ બુકનો ઉપયોગ કરવા દેતા હતા. વિવર્સે નાણાંની ઉઘરાણી કરતાં આ દલાલ ઝેરી દવા પીવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. ભૂતકાળમાં પણ આ દલાલ અને તેની પત્નીએ છેતરપિંડી કરી હોવાનું અને તેની વિરૂદ્ધ ત્રણ ગુના પણ નોંધાયા હોવાનું જાણવા મળતાં આ વિવર્સ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યા હતા અને ત્રણેય વિરૂદ્ધ શનિવારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડી કરવામાં ઉસ્તાદ રાજકુમાર ભંડેરી અને તેને પોતાની ફર્મનું બિલ અને જી.એસ.ટી. નંબર આપી છેતરપિંડીમાં મદદ કરનાર કિશન ગણેશ પટેલ અને ભરત માંગીલાલ કોઠારીની પણ ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details