સુરત: આજે એક બાજુ આપણી આસપાસ નવજાત બાળકીઓ મળી મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સમાજના ડરના લીધે લગ્ન પહેલા માતા બનવાનો નિર્ણય ઘણા સવાલો ઉભા કરે છે. ત્યારે બીજી બાજુ સુરતમાં યોગ્ય પાત્ર ન મળતાં માતૃત્વની ઝંખનાએ મહિલા IVFનીમદદથી માતા બની હતી. (woman became a mother with the help of IVF)
યોગ્ય પાત્ર ન મળ્યું: સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં દેસાઈ પરિવાર 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટી બહેનના લગ્નન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા હતા. પરંતુ યોગ્ય પાત્ર શોધતા હતા પરંતુ યોગ્ય પાત્ર નહીં મળતા ડિમ્પલ દેસાઈએ આજીવન લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. (became a mother of two twins with the help of IVF)
હૃદયમાં માતૃત્વની ઝંખના: ડિમ્પલ દેસાઈની બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાયી થઈ ગઈ અને ડિમ્પલ એન્જિનિયર બની માતા પિતા સાથે રહે છે. પરંતુ ડિમ્પલને હૃદયમાં માતૃત્વની ઝંખના જીવંત હતી. તેથી ડિમ્પલે લગ્ન વિના જ માતા બનવાનો નિર્ણય લીધો હતો. IVFની મદદથી સિંગર મધર બનવાનું નક્કી કર્યું હતું. ડિમ્પલે મક્કમતાથી નાણાવટની સાઈ પૂજા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી આ સારવાર ડોક્ટર રાજીવ પ્રધાન અને ડોક્ટર રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી હતી.