અખંડ ભારતમાં આઝાદીના 72 વર્ષ બાદ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં ખંડ 1 બાદ કરીને 370 આર્ટીકલ નાબૂદ કરી છે. જેને લોકો ઉત્સવની જેમ ઉજવણી કરી રહ્યા છે. આ ઐતિહાસિક ખુશીમાં સુરતની એક બેકરી દ્વારા 370 કિલોની 21 ફૂટની લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભારતમાતાની તસ્વીર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
કલમ 370 નાબૂદ: સુરતમાં 370 કિલોની કેક કાપી ઉજવણી કરાઈ - How's the Josh
સુરતઃ મોદી સરકાર દ્વારા કાશ્મીરમાંથી 370ની કલમ નાબુદ કર્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. દેશ સહિત સુરતમાં પણ લોકોએ આ નિર્ણયને સ્વીકાર્યો હતો. આ નિર્ણય બાદ તેમણે ખાસ પ્રકારની કેક કાપીને ઉજવણી કરી હતી. સુરતમાં 370 કિલોની 21 ફૂટ લાંબી કેક ઓફ યુનિટી કાપવામાં આવી હતી. આ સાથે જ પાકિસ્તાનના નક્શાની પણ કેક બનાવીને સુરતી લાલાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં 370 કિલોની કેક કાપી ઉજવણી
સુરતમાં આ ઉજવણી દરમિયાન ઠેર-ઠેર વડાપ્રધાન મોદીના કટ આઉટ મુકવામાં આવ્યા હતા અને તેની ઉપર How's the Josh અને Kashmir Modifiedના પોસ્ટર લગાવવમામાં આવ્યા હતા. લોકો કેન્દ્ર સરકારના વંદે માતરમ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલમ 370 દેશ માટે કલંક ગણાવ્યો હતો.