ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 4 સાગરિતો સાથે અકસ્માત કરી ASI ફરાર, કારમાંથી મળી દારૂની 12 બોટલ - Surat news

સુરત: કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ કાર થાંભલા સાથે પણ અથડાઈ હતી. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં કારમાં કુલ 4 ઇસમો પીધેલ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 4માંથી 3ની ધરપકડ કરી હતી. જોકે તેમાંનો એક ASI ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ કારમાંથી 12 દારૂની બોટલ પણ મળી આવી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 4 સાગરિતો સાથે અકસ્માત કરી ASI ફરાર, કારમાંથી મળી દારૂની 12 બોટલ

By

Published : Nov 25, 2019, 10:59 PM IST

Updated : Nov 25, 2019, 11:06 PM IST

સુરત કાપોદ્રા વિસ્તારમાં એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. ત્યાર બાદ કાર થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ કારનો અકસ્માત થતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. જ્યાં તપાસ કરતા 4 ઇસમો પીધેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ 4 પૈકી એક ASI ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે અક્ષય પાંડા, ધવલ ગરસિયા અને ટકાની ધરપકડ કરી હતી. જ્યારે જગદીશ નામના પોલીસ કર્મીને વોન્ટેડ જાહેર કર્યો હતો..

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 4 સાગરિતો સાથે અકસ્માત કરી ASI ફરાર, કારમાંથી મળી દારૂની 12 બોટલ
Last Updated : Nov 25, 2019, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details