ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાના પગલે સુરતના 3 બીચ કરાયા બંઘ - sweta shing

સુરતઃ અરબી સમુદ્રમાં બનેલા પ્રેસરથી " વાયુ " વાવાઝોડુ સર્જાયું છે.જે ગુજરાતના સૌરાષ્ટ્ર,કચ્છ સહિતના વિસ્તાર તરફ આગલ વધી રહ્યું છે.તો આ વાવાઝોડાની આગાહી વચ્ચે સુરતના ત્રણ બીચ પર સહેલાણીઓની અવર-જવર અને જાહેર સલામતી સહિત તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના પગલે સુરતના 3 બીચ કરાયા બંઘ

By

Published : Jun 12, 2019, 6:37 AM IST

સુરતનો સુવાલી દરિયો શહેરીજનો માટે ફરવાલાયક સ્થળ છે,જેના પર વાયુ વાવાઝાડાના પગલે તેના પર હાલ લોકોની અવાર - જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્દેયું છે. તો આ સાથે જ સુવાલી બીચ પર તંત્ર દ્વારા પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે.કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતીને પહોંચીવળવા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે જ દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા પરત ફરવા સૂચના આપવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના પગલે સુરતના 3 બીચ કરાયા બંઘ

આ ઉપરાત નીચાળવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાનાના ભાગ રૂપે સ્થળાંતર કરવવાની પણ સૂચના અપાઇ છે.તંત્ર દ્વારા કાચા મકાન પતરાના શેડવાળા મકાનમાં લોકોને નહીં રહેવા સુચન કરવામાં આવ્યું છે.તો આ સાથે સુરતના દરિયા કિનારે આવેલા હજીરા ગામવાસી,માછીમારો અને પોલીસ વચ્ચે બેઠક કરીને વિકટ પરિસ્થિતિમાં કયાં પ્રકારે કામગીરી કરવી તેનું સુરત પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details