આ આરોપીઓ વિમલ બ્રાન્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને માર્કેટમાં બનાવટી ગુટખાનું વેચાણ કરતા હતા. આ રેકેટનો પર્દાફાશ બાતમીના આધારે કરવામાં આવ્યો છે. બુધવારની રાત્રે આ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે લસકાણા વિસ્તારમાં આવેલી ડાયમંડનગર ઈન્ડ્રસ્ટ્રીયલમાં રેડ પાડીને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતમાંથી ડુપ્લિકેટ ગુટખા વેચાણ કરતા 3 શખ્સો ઝડપાયા - factory
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાંથી બનાવટી ગુટખા બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લાખોની મશીનરી, ગુટખા માટે વપરાતો રોલ સહિત ગુટખાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પોટ ફોટો
પોલીસના હાથે ઝડપાયેલા ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ ગુટખા બનાવતા હત. આ ગુટખા માટે સામાન ક્યાંથી લાવી શહેરમાં ક્યા ક્યા વિસ્તારોમાં સપ્લાઈ કરતા હતા, જેવી વિગતો મેળવવા પોલીસે ગુરૂવારે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની બે ફેક્ટરી સુરતમાંથી પકડાઈ ચૂકી છે. તેવામાં પકડાયેલી નકલી ગુટખા અને બનાવટી ફેક્ટરી સાથે અન્ય આરોપી સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Last Updated : Mar 22, 2019, 12:00 PM IST