સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 265 પોઝિટિવ કેસ નોંધાયા - સુરત આરોગ્ય વિભાગ
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે મંગળવારે કોરાના વાઇરસના વધું 265 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, 5 દર્દીના મોત નિપજ્યાં હતા. ત્યારે, 3120 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી બાજુ, 372 દર્દીઓ સ્વસ્થ થયા હતા.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 265 પોઝિટિવ કેસ નોંધાયા
By
Published : May 11, 2021, 10:49 PM IST
સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના 265 કેસ નોંધાયા
મંગળવારે વધુ 5 દર્દીના કોરોનાના કારણે મોત થયા
હાલ 3130 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરત:જિલ્લા આરોગ્ય વિભાગે કોરાનાના જાહેર કરેલા આંકડા મુજબ, આજરોજ મંગળવારે ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના વધું 265 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે, તે સાથે કોરાના વાઇરસના કારણે વધુ 5 દર્દીના મોત થયા હતા.
372 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા
જિલ્લામાં હાલ 3120 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે, આજરોજ 372 મંગળવારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.