કડોદરામાં 21 વર્ષીય યુવકનું અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી બારડોલી:કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિને 12 વર્ષના બાળકનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં અપહરણકર્તા બાળકની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના બાદ કડોદરામાં વધુ એક 21 વર્ષીય યુવકના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
"પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે રાતોરાત મોબાઇલ લોકેશનને આધારે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ આનંદ રાજેન્દ્ર પ્રસાદ શ્યામ બિહારી મિશ્રા, નયન પ્રેમશંકર નર્મદાપ્રસાદ પટેલ અને વિજેતા અનિલ શિવજી પાંડે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જાણી તેમની સામે કાર્યાવહી કરવામાં આવશે."-- એચ.એન.રાઠોડ (DYSP બારડોલી)
પહેલા માર માર્યો: મૂળ બિહારના રોહતાસ જિલ્લા અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામે વલ્લભનગર સોસાયટીમાં આવેલ રાજદીપ બિલ્ડિંગમાં રહેતો સુમિત બિપિનભાઈ બિહારી (ઉ.વર્ષ 27) ગત રવિવારના રોજ તેના ફોઇના પુત્ર સંતોષ સાથે કપડાંની ખરીદી માટે વરેલી ગયો હતો. કપડાં ખરીદીને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે વરેલીનાં વલ્લભનગર ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગ પાસે રાત્રિના નવ વાગ્યે શિવા અને વિકાસ પટેલ નામના બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. સુમિતને, ‘તું સંતોષકો કહા તક બચા પાતે હો” એવી ધમકી આપી ત્યાં હાજર વિજેતા પાંડે અને તેની સાથેના બીજા ત્રણ ઇસમો સાહિલ, મોનુ અને આનંદ મિશ્રાને નામથી બોલાવતા તેઓ પણ ત્યાં આવી પહોંચી સંતોષ અને સુમિતને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.
વલ્લભ નગર કે ગેટ પર આ જાઓ: જો કે સુમિત અને સંતોષ ત્યાંથી બચીને નીકળી રૂમ પર પહોંચી ગયા હતા. દરમિયાન દસેક મિનિટ પછી એક મોટરસાઇકલ પર નયન પટેલ અને વિકાસ પટેલ રૂમ પર આવ્યા હતા. વિકાસે ચપ્પુ બતાવી સંતોષને જોરજબરજ્સ્તી કરી મોટર સાઇકલ પર વચ્ચે બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. ત્રણ હજાર ખંડણી માગી ત્યારબાદ સુમિત પર એક શખ્સનો ફોન આવ્યો હતો કે, “સંતોષ કો છુડા હો તો તીન હજાર રૂપિયે લેકે વલ્લભ નગર કે ગેટ પર આ જાઓ” એમ કહીને ફોન કટ કરી દીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની ભીંસ વધતા યુવક સંતોષને છોડી મૂક્યો હતો તે ત્યાં કામ કરતો હતો તે ફેક્ટરીમાંથી જ મળી આવ્યો હતો.
- Surat News : બારડોલી નજીક ઇકો કાર વૃક્ષ સાથે ભટકાઇ, ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ
- Bardoli Rain: બારડોલીમાં ભારે વરસાદથી હંગામી પુલ ધોવાયો, લોકોને અવરજવર માટે ઉભી થઈ મુશ્કેલી