હાલમાં રાજ્યમાં ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી વલસાડ જતી અજમેરપુરી એક્સપ્રેસ ટ્રેનમાં 6 યુવાનો જઈ રહ્યાં હતા. તે સમય દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી હતી. ત્યારે ટ્રેનમાં સફર કરતા યાત્રીઓએ આ ટ્રેન વલસાડ ઉભી રહેશે નહીં તેમ આ છ યુવાનોને જણાવ્યું હતું.
સુરતમાં ટ્રેનની અડફેટે આવતા 2 યુવાનના મોત, 1 ઘાયલ - Ajmeri express train
સુરત: હાલમાં રાજ્યમાં ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહરમાં પણ ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લામાં આવેલા રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણમાંથી બે યુવાનોનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવાન ગંભીર હાલતમાં છે. જે ઘટનાની તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ત્યારબાદ તમામ યુવાનો ધીમી ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલ્વેના પાટા પર ચાલી રહ્યા હતા. તે જ સમય દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રેને ત્રણ યુવાનોને અડફેટે લીધા હતા. જેમાંથી કુલદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પ્રવીણધીરસિંહનું પણ મોત થયું હતું. જ્યારે અન્ય પ્રવિણ નારાયણસિંહની હાલત ગંભીર છે.
આ તમામ યુવાનો હોટેલમાં રોજગાર મેળવવાની આશાથી જઈ રહ્યાં હતા. જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. હાલમાં આ ઘટના અંગે રેલ્વે પોલીસ દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.