ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: લમ્પી વાયરસથી 17 પશુઓના મોત થતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ પશુપાલકોની મુલાકાત લીધી - MLA Ganpatbhai Vasava visited the cattle rearers

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ સહિત આસપાસ વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસને કારણે 17 જેટલા પશુઓના મોત થતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ અસરગ્રસ્ત વેરાકુઈ ગામના પશુપાલકોની મુલાકાત લીધી હતી. આ બાબતે પશુપાલકોની મુશ્કેલી અંગે રાજ્ય સરકારમાં પ્રબળ રજૂઆતો કરી હતી.

17-cattle-died-due-to-lumpy-virus-mla-ganpatbhai-vasava-visited-the-cattle-rearers
17-cattle-died-due-to-lumpy-virus-mla-ganpatbhai-vasava-visited-the-cattle-rearers

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 6:59 AM IST

ગણપતભાઈ વસાવાએ પશુપાલકોની મુલાકાત લીધી

સુરત:છેલ્લા 25 દિવસથી માંગરોળ તાલુકામાં લમ્પી વાઇરસના કારણે પશુઓના મોતનો સિલસિલો આગળ વધી રહ્યો હતો. વેરાકુઈ સહિત આસપાસ વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસને કારણે 17 જેટલા પશુઓના મોત થયા છે. આ મામલે ધારાસભ્ય ગણપત વસાવા પશુપાલકોની મુલાકાત લીધી હતી. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ લમ્પી વાયરસથી માંગરોળમાં એક પણ પશુનું મોત થયું નથી તેવું બે જવાબદાર નિવેદન આપ્યું હતું. જોકે પશુઓના મોતના સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું હતું.

લમ્પી વાયરસથી 17 પશુઓના મોત

સરકારને રજૂઆત:આ ઘટના સંદર્ભમાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અસરગ્રસ્ત વેરાકુઈ ગામના પશુપાલકોની મુલાકાત લીધી હતી. આ સમયે દુધાળા પશુ ગુમાવનારા કેટલાક પશુપાલકો ધારાસભ્ય સામે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ રાજ્યના વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલને ટેલીફોનિક રજૂઆત કરી સ્થાનિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમજ નુકસાનગ્રસ્ત પશુપાલકોને સહાય આપવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી.

'ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વેરાકુઈ સહિતના વિસ્તારોમાં મુલાકાત કરી હતી. પશુપાલકો સાથે બેઠક કરી અને તેઓ રજૂઆતો સાંભળી હતી. લમ્પી વાયરસનાં કારણે જે પણ પશુપાલકોના પશુઓના મોત થયા છે. તેઓને સરકાર વળતર આપે તેવી રજૂઆતો હાલ મળી છે.' -યુવરાજ સિંહ સોનારિયા, સભ્ય, માંગરોળ તાલુકા પંચાયત

સાવચેતી રાખવાની સૂચના:માંગરોળ તાલુકાના રતોલા ઓગણીસા વાંકલ આમખૂટા, પાતલ દેવી, સહિત 25 જેટલા ગામોમાં હાલ 54 જેટલા પશુઓ લંમ્પી વાયરસથી પોઝિટિવ છે. જેથી પશુપાલન વિભાગના અધિકારીઓને લોકજાગૃતિ કેળવી તકેદારીના પગલાં ભરવા અનુરોધ કર્યો હતો. આ સમયે સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત તાલુકા પંચાયત સદસ્ય ડૉ યુવરાજસિંહ સોનારીયા, ઈદરીશભાઈ મલેક મહાવીરસિંહ પરમાર મુકુંદભાઈ પટેલ સહિતના આગેવાનો મુલાકાતમાં જોડાયા હતા.

  1. Lumpy Virus: કચ્છમાં ફરી લમ્પી વાયરસે દેખા દીધી, પશુપાલન તંત્ર થયું દોડતું
  2. Lumpy Virus: રાજ્યમાં ફરી લંપી વાયરસની એન્ટ્રી, માંગરોળ તાલુકામાં લંપી વાયરસથી 15 પશુઓના મોત

ABOUT THE AUTHOR

...view details