સુરતના વરાછા વિસ્તારમાં રહેતો 13 વર્ષીય શોર્ય પીઠવડી નામના કિશોરનો આજે જન્મ દિવસ છે તેના જન્મ દિવસને લઈ તેણે કોઈ ગિફ્ટ કે, વસ્તુ નહીં, પરંતુ એક અલગ જ પ્રસ્તાવ માતા-પિતા પાસે મુક્યો. જે સાંભળી માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. શોર્યએ તેના માતા-પિતાને જણાવ્યું કે, આગામી 23મી તારીખ ના રોજ ચૂંટણી છે અને લોકોમાં મતદાન માટે જાગૃતતા આવે તેવું અભિયાન ચલાવવું છે. જેથી માતા-પિતાએ પણ પુત્રની ખુશીમાં જ ખુશી માણી માતા -પિતાની આજ્ઞા બાદ શોર્યે પોતાના અન્ય મિત્રો સાથે મળી સુરત વરાછા રોડ પર મતદાન કરવા અંગેની લોકોને અપીલ કરી હતી. હાથમાં પ્લે-કાર્ડ લઈ રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકોને મતદાન કરવા અંગેની અપીલ કરવામાં આવી. જ્યાં શોર્યની સાથે તેના મિત્ર પણ સહભાગી થયા હતા.
મતદાન જાગૃતિ માટે 13 વર્ષીય કિશોરની અનોખી પહેલ, જૂઓ વીડિયો - gujarati news
સુરતઃ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓનો ધમધમાટ સમગ્ર દેશમાં શરૂ થઈ ચુક્યો છે, પરંતુ હજી પણ લોકોમાં મતદાનનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યાં લોકોમાં મતદાન અંગેની જાગૃતતા લાવવા સુરતના તેર વર્ષીય કિશોરે પોતાના જન્મદિવસથી શરૂઆત કરી છે. આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીમાં સૌ કોઈ મત્તાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તેવી અપીલની પોતાના જન્મ દિવસની ઉજવણી કરી છે. શોર્યના આ ભગીરથ કાર્યમાં તેના મિત્રો પણ સહભાગી બન્યા છે.
ફોટો
શોર્ય અને તેના મિત્રોનું માનવું છે કે, દેશમાં ચૂંટણી ટાણે સૌથી ઓછું મતદાન થાય છે. જેની પાછળ લોકોમાં મતદાન અંગેનો અભાવ જોવા મળી રહ્યો છે.આજે પણ લોકોમાં મતદાન કરવા અંગેની જાગૃતતા અભાવ લોકોમાં છે. જેથી લોકોએ જાગૃત થઈ મતદાન અવશ્ય કરવું જોઈએ. દેશમાં એક સારી સરકાર બને અને સારો નેતા ચૂંટાઈને આવી શકે. સુરતના 13 વર્ષીય કિશોરે પોતાના જન્મ દિવસને અનોખી રીતે ઉજવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.