સુરત: સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં (Theft in Salabatpura) આવેલ ઇન્ડરપુરા ખત્રીવાળમાં પાસે હબીબ હાઉસના બીજા માળે ફ્લેટ નંબર 202માં મન્સુરભાઈ નોમનભાઈ નાગપુરવાલા રહેતા હતા. જેઓ ગત તારીખ 11 નવેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે પોતાના ધાર્મિક કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે તેમના ઘરેથી સોના ચાંદી દાગીના અને રોકડા મળી 13 લાખ 65 હજારની ચોરી થઇ (65 thousand stolen in Surat) હતી. તેઓ ઘરે પરત ફરતા તેમને ઘટના સામે આવતા તેમને તાત્કાલિક સાલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતા સલાબતપૂરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કરવાઇ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં બીલડીગ લીફમેન સાથે અન્ય ત્રણ ઈસમો મળી કુલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
સુરતમાં સોના ચાંદી દાગીના અને રોકડા મળી 13 લાખ 65 હજારની ચોરી - સલાબતપુરામાં પોલીસ સ્ટેશન
સુરતમાં 2 દિવસ પહેલા શહેરના સલાબતપુરા વિસ્તારમાં (Theft in Salabatpura)આવેલ ઇન્ડરપુરા ખત્રીવાળમાં એક ફેલ્ટ માંથી સોના ચાંદી દાગીના અને રોકડા મળી 13 લાખ 65 હજાર ની ચોરી થઇ (65 thousand stolen in Surat) હતી. એ ચોરી કરનાર બિલ્ડીંગના લીફમેન સાથે અન્ય 3 મળી કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
શુ છે સમગ્ર ઘટના: આ બાબતે સુરત ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યુંકે, સલાબતપૂરા પોલીસે આ મામલે ગંભીરતાથી લઈ તાત્કાલિક ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા. પરંતુ ક્યાંકને ક્યાંક આ ચોરી પાછળ કોઈ અંગત અથવા તેમના બિલ્ડીંગ માંથી કોઈક છે. જે આ ચોરીને અંજામ આપી ફરાર થયો છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજથી લઈને તમામ આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત અંતે પોલીસે બિલ્ડીંગના લિફ્ટમેનની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે. જોકે આ ચોરીમાં ખાલી લિફ્ટમેન નહિ પરંતુ અન્ય 3 લોકોએ પણ આ ચોરીમાં સાથ આપ્યો હતો.
4 આરોપીની ધરપકડ: હકીમ અબ્દેઅલી રંગીવાલા જેઓ સુરત શહેરના જ છે. હુસેન યાસીન શાહ જે મૂળ માલેગાંવ પોરવાડી ખાડી મહારાષ્ટ્રના છે. પરંતુ હાલ સુરતમાં નવસારી બજારમાં રહે છે. અને ભંગારનું કામ કરે છે. અલીઅસગર અકબરભાઈ કલાઈવાલા જો સુરતના જ છે અને તેઓ ફરિયાદીને બિલ્ડિંગમાં જ રહે છે. સાજીદ ફિરોઝ શેખ તેઓ સુરતના છે અને તેઓ ચાની લારી ચલવે છે. આ ચારે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.