સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા સિક્યોરિટી ગાર્ડ સંતોષના 11 વર્ષીય પુત્ર આકાશ તિવારી મંગળવારે બપોરે માતાને પરાઠા બનાવી રાખ હું આવું છું, તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો, ત્યારબાદ આકાશની કોઈપણ જાણકારી પરિવારને મળી નહોતી. પરિવારે બાળકની આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.
સુરતમાં મોબાઈલથી ગેમ ટ્રાન્સફર મુદ્દે 11 વર્ષીય બાળકની હત્યા - સુરત પોલીસ
24 કલાક પહેલા 11 વર્ષીય બાળક ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ પૂર્વ પડોશીના ઘરેથી તેનો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી. આરોપ છે કે, પૂર્વ પડોશીએ બાળકની હત્યા કરી છે, જ્યારે બાળક ગુમ થયો હતો, ત્યારે આ પૂર્વ પડોશી બાળકના પિતાની સાથે બાળકની શોધખોળ કરી રહ્યો હતો અને તેના જ ઘરેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, ગળું દબાવીને બાળકની હત્યા કરવામાં આવી છે.
આખરે પરિવારે પાંડેસરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ કરવા અરજી આપી હતી. તે દરમિયાન પરિવારના સભ્યો બાળકની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેમના પૂર્વ મકાન માલિક રાજેશ ચૌધરી પણ તે સમયે હાજર હતો અને પરિવારની સાથે બાળકની શોધખોળ કરી રહ્યો હતો. બપોરે ગુમ થયેલા આકાશનો મૃતદેહ મંગળવારે રાત્રે 9:30 કલાકે તેમના જ પૂર્વ મકાન માલિકના ઘરમાંથી મળી આવ્યો હતો. જે બપોરથી પરિવારની સાથે બાળકની શોધખોળ કરી રહ્યો હતો.
જોકે, બાળકના મૃતદેહ પર કોઈપણ ઇજાના નિશાન ન હોવાના કારણે બાળકનું મોત કઈ રીતે થયું છે. તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પિતા સંતોષ તિવારીએ આરોપ લગાવ્યો છે કે, પૂર્વ મકાન માલિકે આકાશની હત્યા કરી છે. જ્યારે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ સાથે પૂર્વ પાડોશીને પાંડેસરા પોલીસે અટકાયત કરી સઘન પૂછતાછ શરૂ કરી છે. આકાશે પોતાના ડાબા હાથની હથેળી ઉપર MORYKE A 238 પેન્ટી લખ્યું છે. આ બાળકે હાથમાં શું લખ્યું છે, તેની તપાસ પણ પોલીસે શરૂ કરી દીધી છે.