104th Mann Ki Baat Programme સુરત : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, કોઈપણ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીએ આવો કાર્યક્રમ આજદિન સુધી કર્યો નથી. જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. દર મહિનાના છેલ્લા રવિવારે 11:00થી 11:30 સુધી દેશના વડાપ્રધાનનો મન કી બાતનો પ્રોગ્રામ સતત ચાલતો આવ્યો છે. આ સંપૂર્ણપણે સરકારી અને બિન રાજકીય કાર્યક્રમ છે.
સુરતના વોકથોનને યાદ કર્યો :સુરતમાં પણ જી20ની અંદર 15,000 બહેનોએ સાડી વૉકથોનમાં ભાગ લીધો હતો. સુરતના મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના લોકોએ જે રીતે તેનું આયોજન કર્યું હતું. જેમાં દિલ્હીથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીઓ પણ જોડાયા હતા. જેમાં શહેરની બહેનોએ પોતાની અલગ અલગ વેસભૂષાઓ સાથે સાડી પહેરવાની જે અલગ-અલગ સ્ટાઇલ છે, તેની સાથે ભાગ લીધો હતો. જે આખા દેશમાં પહેલો બનાવ હતો. જેને કારણે દેશના વડાપ્રધાને આજ રોજ આ બનાવ અને ટેક્સટાઇલ ઉદ્યોગને યાદ કર્યો છે.
ડેરી સેક્ટરમાં ગુજરાતમાં થનારા નવા નવા પ્રયોગોને કારણે જે સફેદ ક્રાંતિ થઇ રહી છે. જે રીતે બહેનોને સીધો આર્થિક લાભ થઈ રહ્યો છે અને લોકોની આવકમાં પણ વધારો થયો છે. જેની સાથે સરકારે સુવિધા વધારી છે કે, જે દૂધ મોકલતા 30 કલાક થતા હતા, હવે 15 કલાકમાં દૂધ ત્યાં પહોચે છે. આ સાથે જ તેઓએ રક્ષાબંધનની દેશવાસીઓની શુભકામનાઓ પણ પાઠવી છે. જે આજે મન કી બાતનો કાર્યક્રમ સુરત શહેરના વરાછા વિસ્તારમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા તથા ડોક્ટરની ટીમ સાથે સાંભળ્યો છે.- સી.આર.પાટીલ
સંસ્કૃત તેલગુ સહિત ભાષાઓ વિશેનું મહત્વ સમજાવ્યું : મન કી બાતમાં વડાપ્રધાને ચંદ્રયાન-3ની સફળતાની વાત કરી તેની સફળતામાં દેશના અલગ અલગ સેક્ટરના લોકોએ જે મદદ કરી તેના કારણે આ અભિયાન સફળ રહ્યું છે. વૈજ્ઞાનિકો સાથે દેશ વાસીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત અલગ અલગ રાજ્યની અલગ અલગ ભાષાઓ વિશે વાત કરી હતી, સંસ્કૃત, તેલગુ સહિત ભાષાઓ વિશેનું મહત્વ તેમણે સમજાવ્યું હતું.
- PM Modi Mann Ki Baat: ભારતનું ચંદ્રયાન મિશન પણ મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ- પીએમ મોદી
- Nuh Violence: નૂંહમાં બ્રજ મંડળની યાત્રા માટે કલમ 144 લાગુ, 28 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ