સુરતમાં સિવીલાઈઝ સર્કલ પાસે શ્રી હરી જ્વેલર્સ નામનો શો રૂમ આવેલો છે. ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢીને આવી હતી. ચેઈન-પેન્ડલ બતાવવા કહીને હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કર્યા બાદ થઈ હતી.
સુરતમાં જ્વેલરી શૉ રૂમમાંથી 1.08 લાખની ચોરી - latest news of surat
સુરત: સરથાણામાં જ્વેલરીના શૉ રૂમમાંથી એક મહિલા સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ હતી. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જો કે, હાલ ચોરી થઈ હોવાની જાણ થતા CCTVની તપાસ કરવામાં આવી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં જ્વેલરીના શો રૂમમાંથી 1.08 લાખની ચોરી
જેથી CCTV તપાસ્યા બાદ મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.