ગુજરાત

gujarat

હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપૂત કરે છે યુવાનોને પણ શરમાવે તેવા યોગ, એ પણ પાણીમાં !

By

Published : Jun 21, 2020, 3:28 PM IST

જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પરંતુ સાબરકાંઠાના હિંમતનગરના 59 વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં જ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારુ રહે છે મન પ્રફુલિત્ત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ આ પ્રકારના યોગ શીખવી રહ્યાં છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠાઃ હિંમતનગરના 59 વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે. યોગ એ ભારતની વિશ્વને આપેલી અમૂલ્ય અને અતુલ્ય ભેટ છે. આપણા ઋષિ-મુનિ યોગી હતા. જેઓ પાણી પર ચાલી શક્તા અને કલાકો સુધી પાણીની અંદર રહી શક્તા આજે રવિવારે વિશ્વ યોગ દિને હિંમતનગરના મહેન્દ્રસિંહ પાણીમાં યોગ કરી નવીન કીર્તિ હાંસલ કરેલી છે.

હિંમતનગરમાં પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ યોગ દિવસ છે. જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન પ્રફુલિત થાય છે. પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે, ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે.

મહેંદ્રભાઇ જણાવે છે કે, હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો, ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતુ કે, આપના ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે, હું પણ પાણીમાં યોગ કરૂ અને મે પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે.

આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેંદ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે. કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય છે.પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારુ રહે છે. મન પ્રફુલિત્ત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેંદ્રસિંહ યોગ શીખવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details