ગુજરાત

gujarat

ETV Bharat / state

વિવિધ રંગબેરંગી ફુલાવર વધારશે રોગ પ્રતિકારક શક્તિ - special story

કોરોના મહામારીને પગલે ગત થોડા સમયથી શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયાસો થતા હોય છે. જોકે, સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કરી વિવિધ રંગબેરંગી ફુલાવર થકી કેન્સર તેમજ ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારતા શાકભાજી
રોગ પ્રતિકારક શક્તિ વધારતા શાકભાજી

By

Published : Jan 12, 2021, 9:01 PM IST

  • પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કર્યો
  • રંગબેરંગી ફુલાવર વધારશે રોગ પ્રતિકારક શક્તિ
  • રંગીન ફુલાવરનો ભાવ પ્રતિ 1 નંગ 50થી 60 રૂપિયા

સાબરકાંઠા : એક તરફ કોરોના મહામારીને પગલે દરેક વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયત્ન કરે છે. જોકે, શાકભાજી ખાવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે તો સોનામાં સુગંધ ભળે એમ કહેવાય છે. જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના કલ્પેશ પટેલ નામના ખેડૂતે ગત 25 વર્ષથી ફુલાવરની ખેતી કરે છે. દિન પ્રતિદિન ઘટતા જતા નફાના ધોરણના પગલે કલ્પેશ પટેલ ગત ત્રણ વર્ષથી વિવિધ રંગ તેમજ કલર ધરાવનારા ફુલાવરની ખેતી કરવાની પગલે આર્થિક રીતે સદ્ધર બન્યા છે.

પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કર્યો

કેસરી કલરના ફુલાવરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે

એક તરફ દિન-પ્રતિદિન શારીરિક બીમારીઓ વધી રહી છે. ત્યારે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, કેસરી કલરના ફુલાવરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. જેના પગલે અંધાપાના રોગને પણ ઊગતો જ ડામી શકાય છે. જોકે, જાંબલી કલરના ફુલાવરનું શાક ખાવાથી કેન્સર સામે હજાર ગણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આ સાથ અન્ય કલરના ફુલાવરમાં રોગ પ્રતિકારક ક્ષમતા સામાન્ય ફુલાવર કરતા વધારે હોવાને પગલે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રંગોના ફુલાવરનું માર્કેટ ખૂબ વધી રહ્યું છે.

વિવિધ રંગબેરંગી ફુલાવર વધારશે રોગ પ્રતિકારક શક્તિ

સ્વાદમાં મીઠા તેમજ શરીરને મજબૂત બનાવનારા છે આ ફુલાવર

વિવિધ કલરના ફુલાવરનું પ્રતિ 1 નંગનો ભાવ 50થી 60 રૂપિયા હોય છે. જ્યારે સામાન્ય ફુલાવરના પ્રતિ 20 કિલોના ભાવ 100થી 200 રૂપિયા મળતા હોય છે. જોકે, આર્થિક રીતે કોઈ પણ ખેડૂતને પોષાય તેવા આ કલર ફુલાવરનું શાકભાજી આગામી સમયમાં કિસાનની આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી છે. ત્યારે ત્રણ વર્ષથી નિયમિત રૂપે હજારો રૂપિયાનો ફાયદો કરતા કલ્પેશભાઈ ખેતી વિશે જણાવ્યું હતું કે, સ્વાદમાં મીઠા તેમજ શરીરને મજબૂત બનાવનારા આ ફુલાવર દરેક વ્યક્તિ માટે જરૂરી છે.

રંગીન ફ્લાવરનો ભાવ પ્રતિ 1 નંગ 50થી 60 રૂપિયા

રંગીન ફુલાવર વધારશે ઇમ્યુનિટી

સાબરકાંઠાના પ્રાંતિજમાં કલ્પેશ પટેલ નામના ખેડૂતે વાવેલા રંગીન ફુલાવરમાં જાંબલી રંગમાં વેલેન્ટિન નામનું તેમજ કેસરીમાં કેરોટીનના નામથી વપરાતા તત્ત્વોને પગલે આ ફ્લાવરનું માર્કેટ સૌથી વધારે રહે છે. આંખોના નંબર દૂર કરવાથી કેન્સર સામે સામાન્ય કરતા એક હજાર ગણી વધારે ઇમ્યુનિટી વધારે છે. જેના પગલે હાલના તબક્કે કોરોના સામે પણ આ સૌથી મહત્વનું પગલું સાબિત થઈ રહે છે

આગામી સમયમાં બનશે વધુ વ્યાપક

સાબરકાંઠાના પ્રાંતિજમાં વહેલા આ ફુલાવર આગામી સમયમાં વધુ વ્યાપક બની રહેશે. એક તરફ સામાન્ય ફુલાવરનો 20 કિલોનો ભાવ રૂપિયા 120થી લઈ 200 સુધીના પડે છે. તો બીજી તરફ રંગીન ફુલાવર પ્રતિ 1 નંગનો ભાવ રૂપિયા 50થી લઇ 60 મળી રહે છે. આર્થિક રીતે પણ દરેક ખેડૂતને પોષાય તેવા પોષણક્ષમ ભાવ મળતા આગામી સમયમાં આવા ફુલાવરનું ભાવિ ઉજ્જવળ બની રહ્યું છે.

સામાન્ય જનતા માટે પણ આશીર્વાદ સ્વરૂપ ફ્લાવર

કોરોના મહામારી જેવી વિશ્વ વ્યાપી વ્યાધિની દૂર કરવા માટે દરેક વ્યક્તિ આજકાલ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિવિધ મેડિકલનો સહારો લઇ રહી છે. ત્યારે કુદરતી શાકભાજીમાં કોઈપણ પ્રકારના કેમિકલ વગર રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ રહેશે. ખેડૂતો માટે આર્થિક રીતે સદ્ધર થવાની સાથે સાથે દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેનો પ્રયાસ પણ એટલો જ મહત્વનો છે. જોકે, એક તરફ કોરોના મહામારી આર્થિક રીતે સદ્ધર થવા માટે રંગીન ફુલાવર સ્થાનિક ખેડૂતોને પાયાની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં ગુજરાતના કેટલાક ખેડૂતો અપનાવે છે. તેમજ તેમના થકી છેવાડાના વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ ઘણો તફાવત આવે છે.

ABOUT THE AUTHOR

...view details