ગુજરાત

gujarat

ETV Bharat / state

Water Crisis in Khedbrahma : ખેડબ્રહ્માના આ ગામડાંઓમાં આને કારણે લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ, તંત્રની ચૂપકીદી - ખેડબ્રહ્મામાં ભૂગર્ભ જળસ્તર

સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં કેટલાય સમયથી દિનપ્રતિદિન વધતી જતી પાણીની પળોજણ હવે ગંભીર(Water Crisis in Khedbrahma ) બનવા જઈ રહી છે. ખેડબ્રહ્માના નવામોટા તેમજ ટેબડા ગ્રામ પંચાયતમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા છે.

Water Crisis in Khedbrahma :  ખેડબ્રહ્માના આ ગામડાંઓમાં આને કારણે લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ, તંત્રની ચૂપકીદી
Water Crisis in Khedbrahma : ખેડબ્રહ્માના આ ગામડાંઓમાં આને કારણે લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ, તંત્રની ચૂપકીદી

By

Published : May 13, 2022, 4:47 PM IST

સાબરકાંઠા- ઉનાળાની શરૂઆત થતાં જ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં (Water Crisis in Khedbrahma )પાણીના પોકારો પડવા માંડ્યા છે. જોકે સ્થાનિક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દિન પ્રતિદિન વધતી જતી પાણીની પળોજણ હવે ગંભીર બનવા જઈ રહી છે. ખેડબ્રહ્માના નવામોટા તેમજ ટેબડા ગ્રામ પંચાયતમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા છે. ખેડબ્રહ્માના લાંબડીયાથી 8 કિલોમીટર પહેલા આવેલા નવામોટા સહિત ટેબડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીના મામલે સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

દિન પ્રતિદિન વધતી જતી પાણીની પળોજણ હવે ગંભીર બનવા જઈ રહી છે

હેન્ડ પંપ છો તો ખરો પણ...- પાણીના જળસ્તર ઊંડા જતા વહીવટી તંત્ર દ્વારા હેન્ડ પંપ બનાવી પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થયો હતો. જો કે હાલમાં સમગ્ર વિસ્તારમાં માત્ર એક જ હેન્ડ પંપ યથાવત રહ્યો છે અન્ય તમામ વિસ્તારના હેન્ડ પંપ પાણી ન આવતા બંધ હાલતમાં છે. કૂવાઓ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. સાથોસાથ અન્ય કોઈ જળાશય કે નદી તેમજ ડેમ દ્વારા સિંચાઈ અથવા પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી સમગ્ર વિસ્તાર એકમાત્ર હેન્ડ પંપ આધારિત પીવાનું પાણી મેળવી રહ્યું છે જેના પગલે સ્થાનિકોને ઘણી પરેશાની (Water Crisis in Khedbrahma )ભોગવવી પડે છે.

આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા

એક તરફ સમગ્ર વિસ્તારની બહેનો સવારથી સાંજ સુધી ડુંગરથી ઉતરી 3 કિમી ચાલીને નીચેના વિસ્તારમાં આવેલા એન્ડ પમ્પથી પાણી લાવી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. તો બીજી તરફ સ્થાનિક લોકોએ આ મામલે વહીવટીતંત્રને કેટલીય ફરિયાદો (Water Crisis in Khedbrahma )કર્યા હોવા છતાં આજદિન સુધી પાણીના મામલે ચોક્કસ ઉકેલ લાવી શક્યા નથી. સૌથી વધુ ભોગવવાનું આ વિસ્તારમાં પશુપાલકોને આવ્યું છે. પશુપાલકો માટે સિંચાઇની કે પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા ન થઇ શકતા લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે હાલમાં સ્થાનિકો આ મામલે તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ (Water Demand Of Sabarkantha) કરી રહ્યા છે. સ્થાનિકોની પીડા અંગે એસી કચેરીમાં બેસી મિનરલ વોટરના આધારે પર પીડા સમજવાની વાતો કરનારા બાબુઓ કોઈ ચોક્કસ ઉકેલ લાવશે કે પછી હોતી હૈ ચલતી હે નીતિ અપનાવી સ્થાનિકોને પીડાને પણ ભૂલી જશે.

આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા (Water Crisis in Khedbrahma )સર્જાય તે માટે તંત્ર દ્વારા અગાઉથી ચોક્કસ પગલાં લેવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યાને દૂર કરી શકાય તેમ છે જોકે નવામોટા ટેબડા વિસ્તારમાંથી પસાર થતા નાના-મોટા તળાવ સહિતના કૂવો તેમજ બોરવેલમાં (Water Level Of Subsoil water in Khedbrahma) પાણી સુકાઈ ચૂક્યા છે તો હવે સાબરમતી નદી એકમાત્ર પાણીનો વિકલ્પ બની રહ્યો છે. સાથોસાથ સ્થાનિકો દ્વારા આ મામલે ગ્રામ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી હજારો રજૂઆતો કરાઇ હોવા છતાં આજદિન સુધી આ મામલે કોઈ ચોક્કસ યોજના ન બનતા હવે મોટાભાગની જનતાની પાણી માટે વલખા મારવા પડે છે. હાલમાં નવા મોટા અને ટેબડા સહિતના વિસ્તારમાં પાણી માટે સ્થાનિક ગ્રામજનોમાં પાણીના કારણે ઘર્ષણ પણ સર્જાઇ રહ્યું છે. ટેન્કર મંગાવવામાં આવે તો 500 થી 600 રૂપિયા ટેન્કરનો ચાર્જ લેવાતો હોય છે. સ્થાનિકો વચ્ચે પાણીના કારણે ઘર્ષણ આગામી સમયમાં સમસ્યા પણ બની રહે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details